ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં મોટો ફેરફાર, 518 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી
Last Updated: 05:35 PM, 26 March 2026
ADVERTISEMENT
Gujarat Police Transfer : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસમાં કુલ 518 પોલીસ ઈન્સ્પેક્ટરો (PI)ની બદલી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય DGP કચેરી દ્વારા લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ફેરફારોનો મુખ્ય હેતુ ચૂંટણી પહેલાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને બદલી કરીને નવા સ્થળોએ નિમણૂક આપવામાં આવી રહી છે, જેથી વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધે.
અહીં જુઓ 254 પ્રમોટેડ PIને પોસ્ટિંગનું લિસ્ટ : Gujarat Posting of 254 promoted PIs 2026
ADVERTISEMENT
254 પ્રમોટેડ PIને પોસ્ટિંગ
આ સાથે જ 254 પ્રમોશન પામેલા PIને પણ સત્તાવાર રીતે વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પોસ્ટિંગ આપવામાં આવી છે. અગાઉ PSI તરીકે કામ કરતા આ અધિકારીઓને PI તરીકે પ્રમોશન મળ્યા બાદ તેઓને તાત્કાલિક પોસ્ટિંગ આપવામાં આવી નહોતી, પરંતુ હવે તેમને નવા સ્થળે જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
અહીં જુઓ 518 PIની બદલીનું લિસ્ટ : Gujarat 518 PI Transfer 2026
ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ મોટા પાયે ફેરફાર જોવા મળ્યા છે, જ્યાં 47 PIની બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને અન્ય જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને ફરીથી અમદાવાદમાં જ નિમણૂક આપવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : બે દિવસ યલો એલર્ટ સાથે ગુજરાતના માથે માવઠાનું સંકટ, માછીમારો રહે એલર્ટ!
ADVERTISEMENT
આ ઉપરાંત, વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને CID ક્રાઇમ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં પણ અનેક PIની નિમણૂક કરવામાં આવી છે. આ પગલાંથી ટેક્નોલોજી આધારિત ગુનાઓ પર વધુ અસરકારક નિયંત્રણ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ