ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બે દિવસ યલો એલર્ટ સાથે ગુજરાતના માથે માવઠાનું સંકટ, માછીમારો રહે એલર્ટ!

આગાહી / બે દિવસ યલો એલર્ટ સાથે ગુજરાતના માથે માવઠાનું સંકટ, માછીમારો રહે એલર્ટ!

Published By: Priyankka Triveddi

Last Updated: 03:12 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

Gujarat Weather: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો ત્રાસ વધી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાત અનુસાર આ બદલાવ પાછળ બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમનો પણ મોટો ફાળો છે. આ સિસ્ટમોના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધતા કમોસમી વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જે ખેતી અને સામાન્ય જનજીવન પર અસર કરી શકે છે. આ વચ્ચે મહત્વની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય એટલે ગરમીનો પ્રભાવ યથાવત રહેશે.

એ.કે. દાસ, ડિરેક્ટર, હવામાન વિભાગ

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપરથી પસાર થશે તેની અસર ગુજરાતને થશે. 28 માર્ચથી પશ્ચિમી વિક્ષેપની અસર પણ ગુજરાતને થશે. આગામી 29 અને 30 માર્ચ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં મહહતં તાપમાન 30-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: હવે ગુજરાતના ઉંદરો પણ ડ્રગ્સના રવાડે! પોલીસે પકડેલું 2,332 કિલો ડ્રગ્સ ગાયબ

કોસ્ટલ વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની આગાહી છે. જેના કારણે દરિયામાં ઉથલપાથલ વધવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. 28 અને 29 માર્ચ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain Gujarat weather forecast Yellow Alert

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ