ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાડા સાત કલાક સુધી ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર
Last Updated: 10:57 PM, 24 March 2026
ADVERTISEMENT
UCC Bill passed in Gujarat Assembly : Gujarat વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ લાંબી અને તીવ્ર ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પર લગભગ સાડા સાત કલાક સુધી ચર્ચા ચાલી હતી, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખા વાદ-વિવાદ જોવા મળ્યા. આ બિલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ રજૂ થતા જ સત્તાપક્ષના સભ્યોએ તેનું સ્વાગત કર્યો, જ્યારે વિપક્ષે કેટલીક માંગણીઓ ન સ્વીકારાતા વિરોધ નોંધાવ્યો અને અંતે વોકઆઉટ પણ કર્યું.
ADVERTISEMENT
હવે આ બિલ રાજ્યપાલ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ જ આ કાયદો રાજ્યમાં અમલમાં આવશે. આ સાથે ગુજરાત, ઉત્તરાખંડ પછી UCC અમલમાં લાવનાર દેશનું બીજું રાજ્ય બનશે.
શું કહ્યું હતું મુખ્યમંત્રીએ ?
ADVERTISEMENT
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. આ બિલ હેઠળ લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન, છૂટાછેડા માટે એકસરખા નિયમો અને કોર્ટ બહારના છૂટાછેડાને અમાન્ય ગણવાની જોગવાઈઓ સામેલ છે.

ADVERTISEMENT
આ ઉપરાંત બિલમાં કેટલીક કડક જોગવાઈઓ પણ રાખવામાં આવી છે. જેમ કે, લગ્નની નોંધણી ન કરનારને દંડની જોગવાઈ, એકથી વધુ લગ્ન માટે સજા, તેમજ લિવ-ઇન રિલેશન માટે નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે. આ નિયમોનો હેતુ નાગરિકોને કાયદાકીય સુરક્ષા આપવાનો છે.
ADVERTISEMENT
ચર્ચા દરમિયાન વિવિધ સામાજિક અને કાનૂની મુદ્દાઓ પર પણ ઉલ્લેખ થયો હતો, જેનાથી આ બિલના મહત્વ અને અસર અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા બાદ હવે ગુજરાતમાં એકસરખા નાગરિક કાયદા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે, જે ભવિષ્યમાં રાજ્યના કાનૂની માળખામાં મોટા બદલાવ લાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ