ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધર્મ, રીતી-રિવાજો છીનવવા માટે નહીં પણ દિકરીઓ-માતાઓના આંસુ લુછવા માટે છે આ બિલ : હર્ષ સંઘવી

ગાંધીનગર / ધર્મ, રીતી-રિવાજો છીનવવા માટે નહીં પણ દિકરીઓ-માતાઓના આંસુ લુછવા માટે છે આ બિલ : હર્ષ સંઘવી

Published By: Priykant Shrimali

Last Updated: 07:14 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat UCC Bill : ગાંધીનગર વિધાનસભામાં UCC બિલ પર ચર્ચા, DyCM હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat UCC Bill : આજે ગાંધીનગર વિધાનસભાની બેઠક દરમિયાન સમાન નાગરિક સંહિતા (UCC) બિલ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. આ મુદ્દે ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ બિલ કોઈના ધર્મ કે પરંપરાઓને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ સમાજમાં ખાસ કરીને મહિલાઓને ન્યાય મળે તે માટે બનાવવામાં આવ્યું છે. તેમના મુજબ, ઘણા વર્ષોથી ચાલતી કાયદાકીય અસમાનતાને દૂર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

ઉપમુખમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર, હાલ ચાલી રહેલી પવિત્ર ચૈત્ર નવરાત્રી દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહમાં આ ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે ભવિષ્યમાં મહત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે. તેમણે કહ્યું કે આ નિર્ણયને આવનારી પેઢી યાદ રાખશે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, જ્યારે ગુનાહિત કિસ્સાઓમાં દરેક વ્યક્તિને સમાન સજા મળે છે, ત્યારે લગ્ન, છૂટાછેડા અને વારસાની બાબતોમાં અલગ-અલગ કાયદા કેમ હોવા જોઈએ? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને UCC બિલ લાવવામાં આવ્યું છે.

આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, પક્ષે હંમેશા આ મુદ્દાનો વિરોધ કર્યો છે અને હાલમાં પણ તેઓ માને છે કે દેશને આ કાયદાની જરૂર નથી. તેમના મત મુજબ, વર્ષો પહેલા પણ આ મુદ્દે મતભેદ રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, UCC માટે બનેલી કમિટીને લાખો લોકો પાસેથી સૂચનો મળ્યા હતા, જેમાંથી ઘણાં લોકોએ તાત્કાલિક આ કાયદો લાગુ કરવાની માંગ કરી હતી. આ દર્શાવે છે કે સમાજના મોટા વર્ગમાં આ મુદ્દે સમર્થન છે.

આ પણ વાંચો : કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધશે, હવામાનની મોટી આગાહી

ઉપમુખમંત્રીએ ગોવા અને ઉત્તરાખંડનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ત્યાં સમાન નાગરિક સંહિતા અમલમાં છે અને ત્યાંથી કોઈ મોટા વિવાદ સામે આવ્યા નથી. ગુજરાત પણ હવે આ દિશામાં આગળ વધવા ઈચ્છે છે. આ સમગ્ર મુદ્દે રાજકીય મતભેદ વચ્ચે રાજ્યમાં UCC બિલ હવે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગયો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UCC Bill Gujarat Gujarat Assembly debate Harsh Sanghavi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ