ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ભર ઉનાળે ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં આજે મેઘરાજા ત્રાટકશે, જુઓ આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 11:07 AM, 8 June 2026
1/6
ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકો માટે રાહતના સંકેતો મળી રહ્યા છે. નૈઋત્યનું ચોમાસું રાજ્યની સરહદ નજીકના વિસ્તારો સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં તેનો વિધિવત પ્રવેશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ચોમાસાના આગમન પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બની રહી છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
2/6
હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વધુ રહેશે. તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ ઉનાળાની ગરમીનો પ્રભાવ યથાવત રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/6
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના સરેરાશ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં હજુ પણ ઊંચું તાપમાન નોંધાઈ શકે છે. દિવસ દરમિયાન ગરમી અને બફારો યથાવત રહેતા લોકોને ચોમાસાની રાહ વધુ આતુરતાથી જોવી પડી રહી છે.
4/6
આગામી દિવસોમાં ચોમાસું રાજ્ય તરફ આગળ વધતાં વરસાદી વિસ્તારોનો વ્યાપ પણ વધશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિઓ વધુ સક્રિય બનવાની સંભાવના છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
ADVERTISEMENT
5/6
આ તરફ હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જૂન બાદ વાતાવરણમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળશે. દક્ષિણ ગુજરાતથી શરૂ થતી વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આગળ વધશે અને 12થી 14 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ નોંધાઈ શકે છે.
6/6
અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ ગરમીમાં ખાસ રાહત મળવાની સંભાવના નથી. રાજકોટમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ વચ્ચે તાપમાન ઊંચું રહી શકે છે. જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓને કારણે વાતાવરણમાં થોડી ઠંડક અનુભવાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષશાસ્ત્ર / 8 ઓક્ટોબરથી બદલાશે સ્થિતિ, ગુરુની કૃપાથી 3 રાશિઓને થશે મોટો ફાયદો
9 ફોટોઝ
Pitru Paksha 2026 / કુંડળીમાં પિતૃ દોષ છે તો કરો આ ઉપાય, દૂર થશે બધી મુશ્કેલીઓ!
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા