બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વજન ઘટાડવાની દવાના નામે 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, સુરત પોલીસનો મોટો ખુલાસો

ઘટસ્ફોટ / વજન ઘટાડવાની દવાના નામે 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, સુરત પોલીસનો મોટો ખુલાસો

Priykant Shrimali

Last Updated: 10:14 AM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Weight Loss Scam : વજન ઘટાડવાની દવાના નામે કરોડોની સાયબર છેતરપિંડીનો ખુલાસો: સુરત સાયબર પોલીસની કાર્યવાહીથી મોટું રેકેટ બહાર આવ્યું

Surat Weight Loss Scam : સુરતથી સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો અને ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં સુરત સાયબર પોલીસે ઓનલાઈન છેતરપિંડીના એક મોટા કથિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં વજન ઘટાડવાની દવાના નામે દેશભરના લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવતી હોવાનો આરોપ છે. પ્રાથમિક તપાસ મુજબ આ કેસમાં અંદાજે ₹1.77 કરોડની છેતરપિંડીનો મુદ્દો સામે આવ્યો છે, જ્યારે લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતા વધુ મોટી રકમના વ્યવહારની પણ તપાસ થઈ રહી છે.

મહત્વનું છે કે, તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કથિત રીતે ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ કંપનીના નામે લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા હતા. દેશભરમાં ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી ફેક વેબસાઇટ અને આકર્ષક જાહેરાતો દ્વારા પોતાની જાળમાં ફસાવવામાં આવતી હતી. ગુરુગ્રામમાં 100થી 150 ટેલીકોલર્સ સાથે કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જ્યાંથી મહિલાઓને લોભામણી વાતો કરીને દવા ખરીદવા પ્રેરિત કરવામાં આવતી હતી. તપાસ મુજબ આરોપીઓ અલગ-અલગ નામ અને ઓળખ અપનાવીને ફ્રોડ કરતા હતા. આરોપી મોહમ્મદ હુસૈન કુરિયર બોય બનીને રકમ ઉઘરાવતો હતો, જ્યારે આરોપી હેના ‘તન્વી શર્મા’ બનીને ફોન પર લોકોને વિશ્વાસમાં લેતી હતી. આરોપી નિશા ‘પ્રિયા ગુપ્તા’ના નામે દવાના વેચાણ દ્વારા કરોડો રૂપિયા વસૂલતી હતી અને આરોપી ઓમ પ્રકાશ દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડી રોકડ વસૂલતો હતો.

તપાસ દરમિયાન પોલીસને સમગ્ર ગોઠવણ પાછળ મોટા નેટવર્કની સંડોવણી હોવાની આશંકા છે. હાલ ફરાર આરોપી અને કંપનીના ડિરેક્ટર તરીકે સામે આવેલા અમિત તથા પંકજ શર્માની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મેનેજર દીપક સમગ્ર રેકેટનું સંચાલન કરતો હોવાનો આરોપ છે. આરોપી અસરલાન પણ કથિત રીતે ‘ડૉ. એમ.કે. ખન્ના’ અને ‘ડૉ. આકાશ મલ્હોત્રા’ બનીને લોકો સાથે વાતચીત કરીને વિશ્વાસ જીતતો હતો. પ્રાથમિક તપાસમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન અંદાજે ₹75થી ₹80 કરોડ સુધીની છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાલમાં પણ ચાલુ છે.

શું કહ્યું પોલીસે ?

સમગ્ર મામલે પોલીસના જણાવ્યા મુજબ હરિયાણાના ગુરુગ્રામ વિસ્તારમાંથી સંચાલિત કોલ સેન્ટર મારફતે મોટી સંખ્યામાં ટેલીકોલર્સ કામ કરતા હતા. ફોન પર અલગ-અલગ નામ અને ઓળખનો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ થતો હતો. બાદમાં દવાના પાર્સલ મોકલી રોકડ અથવા અન્ય માધ્યમથી રકમ વસૂલવામાં આવતી હોવાનો આરોપ છે. તપાસ દરમિયાન કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. પોલીસ અનુસાર કેટલાક અન્ય સંદિગ્ધોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે, જેઓ સમગ્ર નેટવર્કના સંચાલન સાથે જોડાયેલા હોવાની શંકા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ, નવસારી સૌથી વધુ ભીંજાયું

પ્રાથમિક તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા મોટી રકમની છેતરપિંડી થઈ હોઈ શકે છે. જોકે અંતિમ આંકડા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. સુરત સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે આરોગ્ય, વજન ઘટાડવા અથવા ઝડપી પરિણામ આપતા દાવા કરતી ઓનલાઈન જાહેરાતો અને અજાણી વેબસાઇટ પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્તાવાર ચકાસણી કરવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weight Loss Scam Cyber Fraud Surat Cyber Police
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ