ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીમાં 123 તાલુકામાં મેઘ 'કહેર'

માવઠાનો માર / રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીમાં 123 તાલુકામાં મેઘ 'કહેર'

Last Updated: 03:06 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના વરસાદના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખંભાતમાં 4.02 ઈંચ વરસાદ પડ્યો છે.

ADVERTISEMENT

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસું જામ્યુ હોય તેવી સ્થિતિ છે. અમદાવાદમાં ગઇકાલે રાત્રે ભારે વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો..

આજના વરસાદના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખંભાતમાં 4.02 ઈંચ વરસાદ પડ્યો છે.

Vtv App Promotion

અમદાવાદના બાવળામાં 2.72 ઈંચ વરસાદ ખાબક્યો છે. બોરસદમાં 2.32 ઈંચ, વડોદરામાં 2.32 ઈંચ, ભાવનગરમાં 2.24 ઈંચ, ગુરુડેશ્વરમાં 2.17 ઈંચ, મહુધામાં 1.97 ઈંચ, ધોલેરામાં 1.85 ઈંચ, તારાપુરમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.

આ પણ વાંચોઃ આજે ગુજરાતમાં બ્લેક આઉટ મોકડ્રીલ, સમય બદલાઇ ગયો, નોટ કરી લેજો આજનો આ ટાઇમિંગ

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ