ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / એન્ટ્રી સાથે જ મેઘરાજાએ બોલાવ્યો સપાટો, પાલિતાણામાં 11 ઇંચ વરસાદથી પુરની સ્થિતિ, 40 લોકોનું કરાયું રેસ્કયુ

મેઘમહેર / એન્ટ્રી સાથે જ મેઘરાજાએ બોલાવ્યો સપાટો, પાલિતાણામાં 11 ઇંચ વરસાદથી પુરની સ્થિતિ, 40 લોકોનું કરાયું રેસ્કયુ

Last Updated: 06:32 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.. ભાવનગરમાં તો પહેલાજ વરસાદમાં પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે

ADVERTISEMENT

અસહ્ય ગરમી અને ભારે બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.. ભાવનગરમાં તો પહેલાજ વરસાદમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે.. જિલ્લા વહીવટીતંત્રની ટીમે તલગાજરડા વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલા 40 લોકોને બચાવ્યા. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણીથી ભરાઈ ગયો છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે.

ગઇકાલે ગુજરાતના ૨૦૦ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં ભાવનગરના પાલિતાણામાં સૌથી વધુ 11.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા મંગળવારે સુરત-નવસારી-વલસાડ-અમરેલી-ભાવનગરમાં ભારે થી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચોઃ વરસાદ પડતાં જ ગુજરાતમાં અહીં અફાટ સૌંદર્ય ખીલી ઉઠ્યું, ધોધમાં ફૂંકાયા પ્રાણ

ગુજરાતમાં પૂરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે. તેમણે લખ્યું છે કે, "સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરોને નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Forecast Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ