બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'આગામી 25 જૂનથી...', ફરવાનો પ્લાનિંગ કરનારા ગુજરાતીઓ એલર્ટ, વરસાદ પર અંબાલાલની 'ભારે' આગાહી
Last Updated: 01:44 PM, 24 June 2025
રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે.. સુરત જિલ્લામાં તો મેઘરાજા બે દિવસથી તોફાની બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે..આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે .
ADVERTISEMENT
અંબાલાલની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જૂનથી એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલે દર્શાવી છે. 26 જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ બનશે તેવું અંબાલાલે જણાવ્યું.. અને 1, 2 તેમજ 3 જૂલાઇએ ભારે વરસાદની આગાહી કરી છે
ADVERTISEMENT
ચાલુ વર્ષે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યના જળાશયોની સ્થિતિ આ મુજબ છે.
100 ટકા ભરાયેલા જળાશયોની સંખ્યાઃ 10
ADVERTISEMENT
કયાં જળાશયો 100 ટકા ભરાયાઃ ધાતરવાડી, સુરજવાડી, વાંસલ, લીમ-ભોગાવો-1,સબુરી, વાઘડિયા, કલાઘોઘા, રોજકી, બગડ, ભીમદાદા
70થી 100 ટકા વચ્ચે ભરાયેલા જળાશયોની સંખ્યાઃ 29
ADVERTISEMENT
સરદાર સરોવર નર્મદા ડેમઃ
સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ શક્તિના 50.15 ટકા ભરાયેલો છે
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2 જ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસતા બારડોલી પાણી-પાણી, તો ઉમરપાડામાં સીઝનનો 21 ઈંચ વરસાદ ખાબક્યો
હાલમાં જળાશયોની સ્થિતિને લઇને નોંધપાત્ર બાબત
ADVERTISEMENT
કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ
સૌરાષ્ટ્રના 141 જળાશોયોમાં હાલ 48.15 ટકા પાણી
મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલ 43.80 ટકા પાણી
દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલ 42.3 ટકા પાણી
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલ 33.10 ટકા પાણી
કચ્છના 20 જળાશયોમાં હાલ 28.72 ટકા પાણી
સરદાર સરોવર સહિત રાજ્યના 25 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે, 61 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે, જ્યારે 82 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં 16 હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં 13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.