બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 2 જ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસતા બારડોલી પાણી-પાણી, તો ઉમરપાડામાં સીઝનનો 21 ઈંચ વરસાદ ખાબક્યો
Last Updated: 11:10 AM, 24 June 2025
સુરત જિલ્લામાં સતત બીજે દિવસે પણ મેઘમહેર યથાવત છે. જિલ્લાના બારડોલીમાં આજે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક પાણી ભરાયા હતા. વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.
ADVERTISEMENT

દીપનગર વિસ્તારમા ઘરો તેમજ દુકાનમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાવવાને પગલે સ્થાનિકોની હાલત કફોડી થઇ હતી. સમારીયા મોરાથી શાસ્ત્રી રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો.
ADVERTISEMENT

બારડોલીમાં ગઇકાલ રાત સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.. જે બાદ આજે માત્ર 2 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. આમ બે દિવસમાં બારડોલીમાં 9 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો સુરતના મહુવા તાલુકામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નર્મદા સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે બોટાદ, પંચમહાલ, આણંદમાં આજે યલો એલર્ટની આગાહી
ADVERTISEMENT
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ઉમરપાડામાં સીઝનનો 21 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સુરત જિલ્લામાં નદી, નાળા, ચેકડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. ચિત્તલદા ગામ નજીક વિરા નદી બની ગાંડીતૂર થઇ છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.