ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાહુલ ગાંધી આજે નહીં આવે જૂનાગઢ, આવતીકાલે આવે તેવી શક્યતા

બ્રેકિંગ / રાહુલ ગાંધી આજે નહીં આવે જૂનાગઢ, આવતીકાલે આવે તેવી શક્યતા

Published By: Priykant Shrimali

Last Updated: 02:17 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Junagadh : સવારે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ હવે રાહુલ ગાંધીને લઈ મોટા સમાચાર, જૂનાગઢ ખાતે યોજાનાર શિબિર કાર્યક્રમમાં આજે નહિ આવે રાહુલ ગાંધી

ADVERTISEMENT

Rahul Gandhi Junagadh : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનો આજે જૂનાગઢ ખાતે યોજાનાર શિબિરનો કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમ કર્ણાટક કોંગ્રેસ સંદર્ભે એક અગત્યની બેઠકને લીધે રદ કરાયો છે. નોંધનિય છે કે, આજે સવારે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ કરી અને વોટચોરી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધી આજે શિબિરમાં હાજરી આપવા માટે જૂનાગઢ આવવાના હતા,પણ રાજ્ય બહારના રાજકીય કાર્યક્રમો કારણે તેમનો પ્રવાસ રદ થયો છે. હવે રાહુલ ગાંધી આવતીકાલે જૂનાગઢ પધારશે કે કેમ તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. જોકે સૂત્રો મુજબ તેઓ સંબવિત રીતે આવતીકાલે જુનાગઢ આવી શકે છે. આ મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી નિર્ણય બાદ અધિકૃત જાહેરાત કરવામાં આવશે.

આજે સવારે જ કરી હતી પ્રેસ કોન્ફરન્સ

રાહુલ ગાંધીએ આજે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ભવન ઓડિટોરિયમમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે 'મત ચોરી' થઈ હતી. તેમણે ખાસ કરીને કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તાર અને મહારાષ્ટ્રના રાજુરા વિધાનસભા મતવિસ્તારનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાં હજારો મતોમાં ગોટાળા થયા હતા. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભા 2024ની ચૂંટણીને લઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ગંભીર આરોપોનુ ખંડન કર્યું છે. ECI દ્વારા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો "અસત્ય, પાયાવિહોણા અને ભૂલભર્યા" છે.

રાહુલ ગાંધી તાજેતરમાં નવી દિલ્હીના ઇન્દિરા ભવન ઓડિટોરિયમમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં "મોટા પાયે મત ચોરી" થઈ હતી. રાહુલના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં હજારો બોગસ મતદાનના કેસો સામે આવ્યા છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ECI ચૂંટણી પ્રક્રિયામાં "પક્ષપાતી ભૂમિકા" ભજવી રહી છે અને તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતામાં પ્રશ્નચિહ્ન ઉઠાવ્યા.

આ પણ વાંચો : 'વૉટ ક્યારેય ઓનલાઇન...', ECએ રાહુલ ગાંધીના આરોપોને ગણાવ્યા આધારહીન, જુઓ શું કહ્યું

હવે જાણો ચૂંટણી પંચે શું કહ્યું ?

ચૂંટણી પંચે કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા દાવાઓનું કોઈ આધારભૂત પુરાવો ઉપલબ્ધ નથી. ઓનલાઈન મત ડિલીટ કરી શકાતા નથી, આરોપો પાયાવિહોણા છે. ECI એ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દરેક તબક્કે પારદર્શિતા, ભવિષ્યદ્રષ્ટિ અને કડક નિયંત્રણો જાળવી છે. પંચે આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવતાં કહ્યું કે, આવા નિવેદનો દેશના લોકશાહીપ્રત્યેની જનઆસ્થાને ખોટી દિશામાં દોરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Junagadh Congress Camp

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ