ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / gujarat police will be not use to mobile phones on duty

ફરમાન / ટ્રાફિક પોલીસે બનાવ્યો એવો નિયમ કે ખુદ પોલીસકર્મીઓ થઈ ગયા નારાજ

Published By: Kavan

Last Updated: 11:49 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ ચાલુ ડ્યુટીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીશે તો શિક્ષાત્મક લેવાશે પગલા. અમદાવાદ ટ્રાફિક પોલીસના પશ્ચિમ વિભાગે પણ એવો જ પરિપત્ર જાહેર કર્યો જેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ટ્રાફિક પોલીસકર્મી ડ્યુટી દરમ્યાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે અને તેમાય એલ.આર.ડી જવાન અને વુમન એલ.આર.ડી સહીત હોમગાર્ડના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેર ટ્રાફિક પોલીસે લીધેલા આ નિર્ણયને લઈને પોલીસ બેડામાં ઘણી ચર્ચાએ જોર પકડ્યું છે.

ADVERTISEMENT

  • પોલીસ અધિકારીનો તખલધી નિર્ણય
  • ડ્યુટી દરમિયાન પોલીસકર્મીઓ નહીં કરી શકે ફોનનો ઉપયોગ
  • પોલીસ બેડામાં ચર્ચાએ પકડ્યું જોર 
     

અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસ કર્મીઓ જે દિવસ રાત અને કોઈ પણ સીઝનમાં ખડેપગે ઉભા રહીને પોતાની ડ્યુટી નિભાવે છે. પરંતુ ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીધેલા એક તખલધી નિર્ણયના લીધે ટ્રાફિક પોલીસ કર્મીઓમાં નારજગી વ્યાપી ગઈ છે. 

ડ્યુટી દરમિયાન પોલીસકર્મીઓ નહીં કરી શકે ફોનનો ઉપયોગ

શહેર પશ્ચિમ ટ્રાફિક ડીસીપી દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં ફરમાન કરવામાં આવ્યું છે કે ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાલુ ડ્યુટીએ મોબાઈલ ફોન ઉપર વાત કરવી નહીં. એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓ નિર્ણય તો કરી નાંખે છે પરંતુ તેમને તે ખ્યાલ નથી હોતો કે તેમાંના દ્વારા લેવાયેલા એક તરફી નિર્ણયથી કેટલા લોકોને નુકશાન પોહ્ચવાનું છે. 

નોંધનીય છે કે, શહેરના ચાર રસ્તાના કે જ્યાં ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ઘણા ખરા પોલીસ કર્મીઓ મોબાઈલ ફોન ઉપર વાત કરતા પણ જોવા મળે છે પરંતુ જરૂરી નથી કે આ વાત કરતા પોલીસ કર્મીઓ માત્ર સમય પસાર કરવામાં માટે મોબાઈલ ફોન વાપરતા હોય. આમાથી કેટલાય ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાના પરિવારજન સાથે તો કેટલાક પોતાના ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલના કરતા હશે અને ઘણાખરા એવા પણ પોલીસ કર્મીઓ હશે જે છેલ્લા બે દિવસથી ઘરે પણ નહીં ગયા હોય. 

 

ટ્રાફિક ડીસીપીએ કર્યો આદેશ

તે લોકો પોતાના માતા પિતા સાથે વાત કરતા હશે. પરંતુ હવે પછી આ તમમાં અધિકારીઓ તમને ક્યારેય ફોન પર વાત કરતા નજરે નહી ચઢે કારણકે પશ્ચિમ ટ્રાફિક ડીસીપીએ નિર્ણય લીધો છે કે તેમના હદમાં આવતા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને તેમાય પણ જે ટ્રાફિક પોલીસકર્મીઓ જે રોડ પર ફરજ બજાવે છે તે લોકોએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં.

"ગાડરિયો પ્રવાહ" કદાચ આ કહેવત આપણે સૌ કોઈ સાંભળી હશે તેનો અર્થ એવો થાય છે કે ઘણા વ્યક્તિઓનો કોઈ એક દિશામાં ચાલવા લાગે અને તેની પાછળ ઊંધું નાખીને બીજા બધાય ચાલવા લાગે, આ કહેવતના અર્થને સાચી ઠેરવી છે શહેર ટ્રાફિક પશ્ચિમ પોલીસે રાજકોટ પોલીસે જે પરિપત્ર જાહેર કર્યો તેનું આંધળું અનુકરણ શહેર ટ્રાફિક પશ્ચિમ પોલીસે પણ કર્યું અને પોતાના તાબાના ટ્રાફિક પોલીસ સ્ટેશન પરના રોડ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓએ મોબાઈલ ફોનનો ઉપાયોગ કરવો નહીં 

અધિકારીનું તઘલખી ફરમાન 

તેવો નિર્ણય સરકારી પરિપત્ર મારફતે જાહેર કરી દીધો છે. જેના પગલે ટ્રાફિક પોલીસ કર્મીઓની હાલત દયનીય તો હતી જે પરંતુ આ નિર્ણયે તેમની હાલત કફોડી કરી નાખી છે.ડીસીપ્લીન ફોર્સના નામે ઉચ્ચ અધિકારીઓ નાણા અધિકારીઓને મનફાવે તેમ શોષણ કરતા હોય છે તેનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Police VTV વિશેષ Vtv વિશેષ ન્યુઝ duty gujarat phones ગુજરાતી ન્યૂઝ Gujarat Police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ