બ્રેકિંગ ન્યુઝ
વડનગર (Vadnagar) એક પ્રાચીન ઐતિહાસિક નગરી તરીકે ખૂબ જાણીતું નગર છે. જેનો ઐતિહાસિક વારસો ખૂબ વૈવિધ્યસભર છે. આ શહેર પ્રાચીન સમયમાં 7 વાર નષ્ટ પામી પુનઃ ઉભું થયું છે. અહીં ધરતીના પેટાળમાં અનેક શાસન અને ધર્મનો વારસો રહેલો છે. આ જ નગર છે જ્યાંથી દેશને 14માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રુપમાં મળ્યા છે.
ADVERTISEMENT
ભારતીય શૈલીમાં નિર્માણ
ગુજરાતમાં PM મોદીના વતન વડનગરમાં લગભગ 2000 વર્ષ જુનુ ઐતિહાસિક હાટકેશ્વર મંદિર આવેલું છે. અહીં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. શહેરની બહાર 17મીં સદીમાં બનેલું આ તીર્થસ્થળ હાટકેશ્રર મહાદેવને સમર્પિત છે. જે વડનગર બ્રાહ્મણોના પ્રમુખ દેવતા છે. આ મંદિરનું નિર્માણ ભારતીય શૈલીમાં કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

મંદિરને 1402માં બનાવવામાં આવ્યું હતું
ADVERTISEMENT
લગભગ 2000થી પણ વધુ જુના આ મંદિર વિશે માન્યતા છે કે શ્રી હાટકેશ્વર મહાદેવનું લિંગ પૃથ્વીના નીચે સુધી જાય છે જે સ્વયંભૂ છે. હાટકેશ્વર મંદિરની પ્રમુખ મુર્તિ ભગવાન શિવની છે આ મંદિર નાગ રાજા હરિરાજ નાયક દ્વારા 1402માં બનાવવામાં આવ્યું હતું.
પથ્થરોની કોતરણીમાં પ્રાચીન કથાઓનું વર્ણન
ADVERTISEMENT
કિંવદંતી અનુસાર, નાગ રાજ જેમણે હાટકેશ્વર મંદિર બનાવ્યું હતું તે રાજા બાબુરાવના દાદા હતા. ઘણા લોકોનું માનવું છે કે રાજા બાબુરાવે પોતાના પિતા અર્જુનને વડનગર શહેરમાં હાટકેશ્વર મંદિર બનાવવામાં મદદ કરી હતી. મંદિર એક રાષ્ટ્રીય વિરાસત છે જેમાં મંદિરના અંદર અને બહાર કલાત્મક કોતરણી કરવામાં આવી છે. સુંદર શિલ્પ કૌશલ અને પથ્થરોની કોતરણી પ્રાચીન કથાઓનું વર્ણન કરે છે.
ADVERTISEMENT
શ્રાવણમાં જામે છે ભક્તોની ભીડ
શ્રાવણના પાવન મહિનામાં વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. લગભગ 2 હજાર વર્ષ જુના આ મંદિરમાં શ્રાવણ મહિનાની પૂજાનું ખાસ મહત્વ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.