બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માઈ ભક્તો માટે મહત્ત્વના સમાચાર, પાવાગઢમાં 5 દિવસ બંધ રહેશે રોપ વે સર્વિસ
Last Updated: 06:08 PM, 25 July 2025
Pavagadh Ropeway Close : યાત્રાધામ પાવાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જો તમે આગામી દિવસો પાવાગઢ જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે. વિગતો મુજબ પાવાગઢમાં રોપ વે 5 દિવસ બંધ રહેશે. પ્રાથમિક માહિતી પ્રમાણે 28 જુલાઈ થી 1 ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. નોંધનીય છે કે, યાત્રાધામ પાવાગઢમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે જતા હોય છે.
ADVERTISEMENT
5 દિવસ રોપ વે સેવા બંધ રહેશે
પંચમહાલ જીલ્લામાં આવેલ શક્તિપીઠ પાવાગઢ જતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં 5 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. વિગતો મુજબ 28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી મેન્ટેનન્સની કામગીરીને કારણે 5 દિવસ રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે રોપવે સેવા 2 ઓગસ્ટથી ફરી કાર્યરત કરાશે.
ADVERTISEMENT

મેન્ટેનન્સ કામગીરીને લઇ રોપ-વે બંધ
ADVERTISEMENT
શક્તિપીઠ પાવાગઢમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોઈ લોકો રોપ-વેમાં પણ બેસતા હોય છે. આ તરફ અમુક-અમુક સમયગાળામાં રોપ-વેની જાળવણી પણ ખુબ જરૂરી બને છે. મહત્વનું છે કે, હવે રોપ વેનાં મેન્ટેનન્સ ની કામગીરીને લઇ આગામી 5 દિવસ સુધી આ રોપ વે બંધ રહેશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : અચાનક શું બન્યું? અંબાજી રોપ-વે બંધ રાખવાનું કરાયું એલાન, માઈ ભક્તોને અગવડ પડશે
અંબાજીમાં પણ ૫ દિવસ બંધ હતી રોપ-વે સેવા
ADVERTISEMENT
તાજેતરમાં અંબાજીના ગબ્બર પર રોપ વે 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 21 થી 25 જુલાઈ સુધી રોપ વે સેવા બંધ રાખવાનું નક્કી કરાયું હતું. આતરફ હવે રોપ વે બંધ હોવાથી ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. રોપ વેનાં મેન્ટેનન્સ ની કામગીરીને લઇ 5 દિવસ સુધી આ રોપ વે બંધ રાખવામાં આવ્યો હતો. જોકે હવે આવતીકાલ એટલે કે 26 જુલાઈથી રોપ વે સુવિધા ફરી ચાલુ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.