બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અચાનક શું બન્યું? અંબાજી રોપ-વે બંધ રાખવાનું કરાયું એલાન, માઈ ભક્તોને અગવડ પડશે

બનાસકાંઠા / અચાનક શું બન્યું? અંબાજી રોપ-વે બંધ રાખવાનું કરાયું એલાન, માઈ ભક્તોને અગવડ પડશે

Priykant Shrimali

Last Updated: 10:11 AM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Ropeway Close : યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે અંબાજી જતા હોય છે ત્યારે હવે જાણો કેમ અચાનક રોપ-વે બંધ રાખવાનું કરાયું એલાન ?

Ambaji Ropeway Close : અંબાજીથી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં જો તમે આગામી દિવસો અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે. વિગતો મુજબ અંબાજીના ગબ્બર પર રોપ વે 5 દિવસ બંધ રહેશે. પ્રાથમિક માહિતી પ્રમાણે 21 થી 25 જુલાઈ સુધી રોપ વે સેવા બંધ રહેશે. આ તરફ હવે રોપ વે બંધ હોવાથી ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. નોંધનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે અંબાજી જતા હોય છે.

ambaji-temple

મેન્ટેનન્સ કામગીરીને લઇ રોપ-વે બંધ

અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોઈ લોકો ગબ્બર ચડવા રોપ-વેમાં પણ બેસતા હોય છે. આ તરફ અમુક-અમુક સમયગાળામાં રોપ-વેની જાળવણી પણ ખુબ જરૂરી બને છે. મહત્વનું છે કે, હવે રોપ વે નાં મેન્ટેનન્સ ની કામગીરીને લઇ આગામી 5 દિવસ સુધી આ રોપ વે બંધ રહેશે. એટલે કે, આગામી 21 થી 25 જુલાઈ સુધી રોપ વે સેવા બંધ રહેશે. આ રોપ વે બંધ ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. અહીં એ પણ નોંધનીય છે કે, 26 જુલાઈથી રોપ વે સુવિધા ફરી ચાલુ કરવામાં આવશે.

1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો

બનાસકાંઠામાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ નિમિતે પરંપરાગત મેળાનું આયોજન થાય છે જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. ત્યારે આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા આયોજનને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ પણ વાંચો : 'નશાબંધી નિયામક કેતન દેસાઈએ 1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો', ભાજપના આગેવાન મહેશ દવેના આક્ષેપ

આ બેઠકમાં યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતોનું આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું. સાથે જ એવી સૂચનાઓ પણ આપવામાં આવી કે મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવે. ભાદરવી પૂનમના મહામેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે. આ બેઠકમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી. તો સાથે જ પાર્કિંગની વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અંગે પણ ચર્ચા થઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gabbar Mountain , Ropeway closure
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ