બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'નશાબંધી નિયામક કેતન દેસાઈએ 1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો', ભાજપના આગેવાન મહેશ દવેના આક્ષેપ

બનાસકાંઠા / 'નશાબંધી નિયામક કેતન દેસાઈએ 1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો', ભાજપના આગેવાન મહેશ દવેના આક્ષેપ

Priykant Shrimali

Last Updated: 09:29 AM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Molasses Scam : બનાસકાંઠાના ભાજપના આગેવાન મહેશ દવેએ આક્ષેપ કર્યો કે, કેતન દેસાઈએ અંગત ફાયદા માટે રેવન્યુ આવકને ચુનો લગાવ્યો, જાણો શું છે સમગ્ર ચોંકાવનારો મામલો ?

Banaskantha Molasses Scam : બનાસકાંઠાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બનાસકાંઠાના ભાજપના આગેવાન મહેશ દવેએ ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક પર ગંભીર આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ મહેશ દવેએ આક્ષેપ કર્યો છે કે, નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈએ 1 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ મામલે મહેશ દવેએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને IAS એમ કે દાસને લેખિત અરજી કરી છે. આ સાથે લેખિત અરજી કરી યોગ્ય તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

બનાસકાંઠાના ભાજપના આગેવાન મહેશ દવેએ આક્ષેપ કર્યો છે કે, કેતન દેસાઈએ અંગત ફાયદા માટે રેવન્યુ આવકને ચુનો લગાવ્યો છે. જેમાં મોલાસીસના ટેન્કરો ગેર કાયદેસર પસાર કરી સરકારને ચૂનો ચોપડ્યો છે. આ સાથે મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાયના નિયમોનો ભંગ કરી કેતન દેસાઈને કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. આ સાથે સરકાર ઓપરેશન ગંગાજળ અંતર્ગત કેતન દેસાઈ સામે તપાસ કરવા માગ કરી છે. મહત્વનું છે કે, મહેશ દવેએ ગાંધીનગરથી દિલ્હી સુઘી અરજી કરી તપાસની માંગ કરી છે.

મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદે પસાર કરાવ્યા

બનાસકાંઠાના આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામકે બનાસકાંઠા જિલ્લામાંથી ખોટા દસ્તાવેજો બનાવી મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદે પસાર કરાવી સરકારને રૂ.1000 કરોડનો ચૂનો ચોપડ્યો છે. તેમણે કહ્યું કે, કેતન દેસાઈએ ખોટા દસ્તાવેજો બનાવી, પરવાનગી ન હોવા છતાં એનઓસી આપી, ટેન્કર સાથે એકના એક પોલીસ કર્મીને દર્શાવી બનાસકાંઠાની બોર્ડર પરથી મોલાસીસના 20,000 ટેન્કરો ગેરકાયદેસર રીતે પસાર કરાવી સરકારને 1000 કરોડનો ચૂનો ચોપડ્યો છે.

આ પણ વાંચો : પાટણથી પોરબંદર અને બનાસકાંઠાથી બોટાદ સુધી થશે મેઘમહેર, આજે અહીં પડશે વરસાદ

શું કહ્યું છે અરજીમાં ?

ભાજપના આગેવાન મહેશ દવેએ કરેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગાંધીનગર નશાબંધી નાચબ નિયામક કેતન દેસાઇએ પોતાના અંગત નાણાકોય લાભ સારૂ મોલાસીસના વેપારીઓને ફાયદો કરી આપવા ભ્રષ્ટાચાર આચરી એક બીજાના મેળાપીપણાથી કાવતરું રચી અનેક ગેરરીતિઓ કરવા મુંબઈ મોલાસીસ નિયમો 955 મુંબઈ મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાય નિયમો 1959 નશાબંધી અધિનિયમ 949ની કલમોનો ભંગ કરી કારાવી મોલાસીસ ઈમ્પોર્ટ-એક્ષપો્ટ સેલ કરવા મંજુરી આપતા સરકારને અંદાજીત રૂ. 1000 કરોડ (1 હજાર કરોડ) રૂપિયા કરતા વધારે રકમ રેવન્યુની બદઈરાદાથી નુકસાન કર્યું છે. આ સાથે આવા અધિકારી સામે ગુજરાત સરકારના ઓપરેશન ગંગાજળ પ્રોજેકટ હેઠળ તપાસ કરવા માંગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Molasses Narcotics Control
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ