બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણથી પોરબંદર અને બનાસકાંઠાથી બોટાદ સુધી થશે મેઘમહેર, આજે અહીં પડશે વરસાદ

વરસાદની આગાહી / પાટણથી પોરબંદર અને બનાસકાંઠાથી બોટાદ સુધી થશે મેઘમહેર, આજે અહીં પડશે વરસાદ

Priykant Shrimali

Last Updated: 08:37 AM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Forecast : આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં મેઘમહેર થશે

Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ જામશે. વાસ્તવમાં આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. આ તરફ સૌરાષ્ટ્ર પંથકમાં હળવા વરસાદનું અનુમાન છે. આ સાથે કચ્છમાં પણ હળવા વરસાદનું અનુમાન છે.

આજે રાજ્યમાં છવાશે વરસાદી માહોલ

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે.

આ સાથે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવા વરસાદનું અનુમાન છે. આ સાથે ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબીમાં વરસાદની શક્યતા છે તો ભાવનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે.

આ પણ વાંચો : ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, વરસાદના બીજા રાઉન્ડ પર પરેશ ગોસ્વામીની આગાહી

આ તરફ પરેશ ગોસ્વામીએ પણ 19, 20 અને 21 જુલાઈએ રાજ્યમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છના રાપર તાલુકામાં અને ઉતર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે. આ સાથે તારીખ 19, 20 અને 21 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ પરેશ ગોસ્વામીએ 19, 20 અને 21 જૂલાઇના રોજ છુટા-છવાયા વરસાદની આગાહી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Gujarat rain rain forecast
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ