બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મહીસાગર નદીમાં હોડી પલટતા 8થી વધુ લોકો ડૂબતા-ડૂબતા બચ્યાં, જુઓ Video

અકસ્માત / મહીસાગર નદીમાં હોડી પલટતા 8થી વધુ લોકો ડૂબતા-ડૂબતા બચ્યાં, જુઓ Video

Priyankka Triveddi

Last Updated: 11:43 AM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Mahisagar River Boat Case: વડોદરામાં હરણી બોટ દુર્ઘટના પછી આજ રોજ મહીસાગર નદીમાં ફરી હોડી પલટવાની ઘટના સામે આવી છે.

Vadodara Mahisagar River Boat Case: વડોદરામાં લગભગ 6-7 મહિના પહેલા ગંભીરા બ્રિજ ધરાશાયી થઈને તૂટી પડ્યો હતો. અને હજુ તેનું સમારકામ ચાલે છે ત્યારે પાદરાથી ગંભીરા જવા માટે લોકો મહીસાગર નદીમાં હોડીનો સહારો લે છે. ત્યારે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. પાદરા નજીક વહેતી મહીસાગર નદીમાં એક હોડી અચાનક પલ્ટી જતા હોડીમાં સવાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ હોડીમાં 8થી વધુ લોકો સવાર હતા.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ લોકો પાદરા તરફથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા. તાજેતરમાં બ્રિજ તૂટી પડ્યા બાદ સ્થાનિક લોકો નદી પાર કરવા માટે હોડીનો સહારો લઈ રહ્યા છે. આવી જ એક હોડી આજે અચાનક જ સંતુલન ગુમાવી બેઠી હતી અને નદીમાં પલ્ટી ગઈ હતી જેના કારણે હોડીમાં બેઠેલા તમામ લોકો નદીમાં પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીમાં પડેલા લોકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. જો કે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિક તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી પાર કરવા માટે જોખમી માર્ગોનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. બ્રિજની મરામત અથવા વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હોડી દ્વારા અવરજવર જોખમરૂપ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમે HCના વકીલ છીએ! એવી ખોટી ઓળખ આપી દંપતીએ વેપારી પાસેથી પડાવ્યાં લાખો

vtv app promotion

આ ઘટનાએ ફરી એક વખત સુરક્ષાની વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ પહેલા ગંભીર બ્રિજ અને હરણી બોટ કાંડ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આજે બનેલી ઘટનામાં સદભાગ્યે કોઈપણ જાનહાનિ થઈ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Mahisagar River Incident Padra Boat Accident
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ