બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમે HCના વકીલ છીએ! એવી ખોટી ઓળખ આપી દંપતીએ વેપારી પાસેથી પડાવ્યાં લાખો
Last Updated: 09:51 AM, 3 February 2026
Mehsana News: મહેસાણાના કડીમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક નકલી વકીલ દંપતી લાંબા સમયથી બંટી-બબલી સ્ટાઇલ છેતરપિંડી કરી રહ્યા હતા. આ દંપતીએ પોતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ હોવાનો દાવો કરીને એક સ્થાનિક વેપારીને ખોટા ફોજદારી કેસમાં ફસાવવાની ધમકી આપીને 3.27 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. વેપારીએ કડી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે.
ADVERTISEMENT
છેતરપિંડી આચરનાર આરોપીઓની ઓળખ મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ તરીકે થઈ છે. આ દંપતીએ પોતાના કામકાજને કાયદેસર બતાવવા માટે નાની કડીમાં નર્મદા કોમ્પ્લેક્સમાં એક નકલી ઓફિસ ખોલી હતી. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે તેઓ "એડવોકેટ રાવલ" બનીને ફરતા હતા. જોકે, ચોંકાવનારી વાત એ છે કે મિતેશ કે ફાલ્ગુની પાસે કોઈ વકીલાત ડિગ્રી કે કાનૂની લાયકાત નથી.
ADVERTISEMENT
આ દંપતીએ કડીના એક વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો અને ધમકી આપી કે જો તે પૈસા નહીં આપે તો તેની સામે ખોટો દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવશે. ગંભીર ફોજદારી કેસનો ડર બતાવીને ધમકી આપીને નકલી વકીલ દંપતીએ વેપારી પાસેથી 3.27 લાખ રૂપિયા પડાવી લીધા. આ દંપતીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકેની પોતાની નકલી ઓળખનો ઉપયોગ કરીને વેપારીને ધમકી આપીને પોતાની જાળમાં ફસાવી લીધો.

ADVERTISEMENT
પોતે સાચે જ વકીલ છે એવું બતાવવા માટે મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુએ નાની કડીના નર્મદા કોમ્પ્લેક્સમાં એક ઓફિસ ખોલી હતી. આ દંપતીએ લોકોને છેતરવા માટે તેમના ઓફિસના દસ્તાવેજો પર નકલી "એડવોકેટ રાવલ" નામનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ પોતાને હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના વકીલની ઓળખ આપી કૌભાંડ આચર્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરમાં 2 લોકોના મોત, 1ની હાલત ગંભીર
ADVERTISEMENT
મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ નામના દંપતી સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. કડી પોલીસે નકલી વકીલ દંપતીને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.