બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરમાં 2 લોકોના મોત, 1ની હાલત ગંભીર

દુઃખદ / રાજકોટમાં વંદે ભારત ટ્રેનની ટક્કરમાં 2 લોકોના મોત, 1ની હાલત ગંભીર

Vishal Khamar

Last Updated: 07:27 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં દુઃખદ ઘટના બનવા પામી હતી. જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિ આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

રાજકોટમાં બપોરના સુમારે દુઃખદ ઘટના બનવા પામી હતી. જેમાં હાઈસ્પીડ વંદેભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિ આવી ગયા હતા. ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે માલઘારી ફાટક નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહીત મુજબ આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિનું મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાની જાણ રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.

2 ફેબ્રુઆરીના રોડ વંદે ભારત ટ્રેન તેના નિયત સમય મુજબ પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક 3 વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવી પડી હતી. સ્થાનિકોને અકસ્માતની જાણ થતા 108 ઈમરજન્સીને આ બાબતે જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

એકનું મોત બે ઈજાગ્રસ્ત

રાજકોટ 108 ના કીર્તનભાઈ પરમારે જણાવ્યું હતું કે, બપોરના સુમારે વંદે ભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિઓ આવ્યા હોવાની જાણ થતા અમારી ટીમ લોકેશન પર પહોંચી ગઈ હતી. જે બાદ તપાસ હાથ ધરી હતી. જેમાં એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા 2ના મોત, ખેતરમાં ઝટકા મશીન બન્યું મોતનું મશીન!

પોલીસની તપાસ શરૂ

અકસ્માતને પગલે આરપીએફ ના DSC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માલઘારી ફાટક પાસે બનેલી ઘટનાને પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં આ અકસ્માત છે કે પછી સામુહિક આપઘાતનો પ્રયાસ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું અને અન્ય જરૂરી કાર્યવાહી હાલ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Police rajkot Rajkot news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ