બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા 2ના મોત, ખેતરમાં ઝટકા મશીન બન્યું મોતનું મશીન!

ગુજરાત / બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા 2ના મોત, ખેતરમાં ઝટકા મશીન બન્યું મોતનું મશીન!

Ajitsinh Jadeja

Last Updated: 06:10 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: બનાસકાંઠાના તાલેગંજ ગામે વીજ કરંટ લાગતા 2 વ્યક્તિના મોત નીપજ્યા છે.

Banaskantha News: બનાસકાંઠાના તાલેગંજ ગામે વીજ કરંટ લાગતા 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. ખેતરમાં ઝાટકા મશીનમાંથી વીજ કરંટ લાગતા 2 ભાઈઓના મોત થયા છે. એક ભાઇને કરંટ લાગતા બીજો ભાઇ બચાવવા માટે દોડી આવ્યો હતો તેને પણ કરંટ લાગ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેગંજ ગામે મોહનભાઈ દેસાઈને ખેતરમાં કામ દરમિયાન કરંટ લાગ્યો હતો. જેથી મોહનભાઈને બચાવવા દોડી આવેલા કાના દેસાઈને પણ કરંટ લાગ્યો હતો. બન્ને સગા ભાઈઓને સ્થળ પર જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઝટકા મશીનનો કરંટ લાગતા બે સગા રબારી ભાઈઓના કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારના બે દીકરાઓના મોતના સમાચાર મળતા જ આખા ગામમાં શોક છવાયો હતો. એક સાથે બે સગા ભાઈની અર્થી ઉઠતા ગામમાં ગમગીની છવાઇ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગાંધીનગર / સરપંચો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં જ થશે આ કામ

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પાકના રક્ષણ માટે ખેતરમાં ઝાટકા મશીન લગાવેલું હતું. પરંતુ આ ખેડૂતો માટે જીવલેણ બન્યુ હતું. અકસ્માત બાદ ગામમાં ભય અને શોકનો માહોલ છવાયો છે. બનાસકાંઠામાં ખેતરમાં પશુઓ અને ભૂડના ત્રાસતી રક્ષણ માટે ખેડૂતો ઝાટકા મશીન લગાવતા હોય છે પરંતુ આને લીધે કરંટ લાગવાના અનેક બનાવો અગાઉ પણ સામે આવી ચુક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electricity Banaskantha News Farmer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ