બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સરપંચો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં જ થશે આ કામ

ગાંધીનગર / સરપંચો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં જ થશે આ કામ

Ajitsinh Jadeja

Last Updated: 05:47 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Government: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિકાસને વેગ આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Gujarat Government: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિકાસને વેગ આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના તમામ સરપંચોને 'ગ્રામ શક્તિ' અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેના કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ એક દિવસનો હશે અને તે ગુજરાત વિધાનસભા ખાતે યોજાશે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

તાલીમમાં સરપંચોને ગ્રામ શક્તિ યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતે સરપંચો ગામના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે અને તેમને યોગ્ય તાલીમ આપવાથી ગ્રામીણ વિસ્તારોમાં આત્મનિર્ભરતા અને પારદર્શક વહીવટને પ્રોત્સાહન મળશે.

રાજ્યના 2666 ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.

રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના

તેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યુ હતુ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના 114 તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાનએ આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે.

vtv app promotion

આ પણ વાંચોઃતરસ લાગતાં પાણીને પરબે પહોંચ્યાં, મધમાખી કરડતાં મોત, હોસ્પિટલ પહોંચતાં પહેલાં તોડ્યો દમ

ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન

મુખ્યમંત્રીએ વિકાસની રાજનીતિને ગતિ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિકાસનો સ્કેલ અને સ્પીડ વધ્યા છે. શહેરોમાં વધતા શહેરીકરણના દબાણને સંતુલિત કરવા ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં ગ્રામ પંચાયતોના ઉત્થાન માટે કેન્દ્રિત આવો કાર્યક્રમ રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gram Panchayat News Gujarat News Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ