બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરસ લાગતાં પાણીને પરબે પહોંચ્યાં, મધમાખી કરડતાં મોત, હોસ્પિટલ પહોંચતાં પહેલાં તોડ્યો દમ

દુઃખદ / તરસ લાગતાં પાણીને પરબે પહોંચ્યાં, મધમાખી કરડતાં મોત, હોસ્પિટલ પહોંચતાં પહેલાં તોડ્યો દમ

Vishal Khamar

Last Updated: 04:56 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ જિલ્લાના ગઢતા તાલુકામાં કરૂણ ઘટના સામે આવી છે. જેમાં ટીંબી ગામથી પરત ફરી રહેલા એક યુવકને રસ્તામાં મધમાખી કરડતા તેનું મોત નિપજ્યું હતું.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં દુઃખદ ઘટના બનવા પામી છે. જેમાં ટીંબી ગામથી ગઢતા પરત ફરી રહેલા યુવકને રસ્તામાં મધમાખી કરડતા તેનું મોત નિપજ્યું હતું. હેર સલૂન ચલાવી પરિવારનું પાલન પોષણ કરતા યુવકના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ ગઢતાના વાઢાચોક વિસ્તારમાં રહેતા નાસીરભાઈ ફિરોજભાઈ ચૌહાણ (ઉ.વર્ષ.30) તેમના પિતા સાથે બાઈક પર ટીંબી ગામથી ગઢડા તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન તેમને તરસ લાગતા તેઓ પાણી પીવા માટે રસ્તામાં એક પરબ પર ગયા હતા. જ્યાં તેઓને અચાનક એક મખમાખી કરડી હતી.

108 મારફત સારવાર અર્થે ખસેડાયા

મધમાખી કરડ્યા પછી નસીરભાઈની તબિયત અચાનક લથડી હતી જે બાદ તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબોએ તેમની તપાસ હાથ ધરી તેઓને મૃત જાહેર કર્યા હતા.

મધમાખીના ઝેરનું રિએક્શનની ગંભીર અસર

આ બાબતે મેડિકલ ઓફીસરે જણાવ્યું હતું કે, યુવકને મધમાખી કરડતા તેને મધમાખીના ઝેરનું રિએક્શનની ગંભીર અસરના કારણે યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. પરિવારજનોએ મૃતદેહનું પીએમ કરવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢ કોર્ટથી લઇને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ થઇ દોડતી

સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

મૃતક નાસીરભાઈ હેર સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં એક જ કમાનાર વ્યક્તિ હોઈ તેઓનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નાસીરભાઈના નિધનથી પરિવારનો માળો વિખરાઈ જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

youth's death Botad news Botad
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ