બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જૂનાગઢ કોર્ટથી લઇને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ થઇ દોડતી

એલર્ટ / જૂનાગઢ કોર્ટથી લઇને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ થઇ દોડતી

Vishal Khamar

Last Updated: 03:19 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ કલેક્ટર કચેરી અને જુનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલીક બંને કચેરીઓ ખાલી કરાવી દેવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ તેમજ બોમ્બ ડિસ્પોઝ સ્કોર્ડને સાથે રાખી તપાસ શરૂ કરી છે.

રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી છે. તેમજ પોલીસ દ્વારા તાત્કાલીક કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર કચેરી ખાલી કરાવવામાં આવી હતી. SOG ને સાથે રાખી પોલીસે કચેરીમાં તપાસ શરૂ કરી છે.

ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકી ભર્યો મેઈલ મળતા દોડધામ

જુનાગઢ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટને ધમકી ભર્યો મેઈલ મળતા દોડધામ મચી જવા પામી હતી. ધમકી બાદ પોલીસ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવ્યું હતુ.

બનાસકાંઠા બાદ હવે બોટાદમાં પણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. બોટાદ શહેરના ખસ રોડ પર આવેલી કલેકટર કચેરીને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

ડોગ સ્કોવડે તપાસ શરૂ કરી

ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. બોટાદ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે LCB, SOG તેમજ ડોગ સ્કોડની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.

પોલીસે રાહતનો શ્વાસ લીધો

કલેકટર કચેરીમાં અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડોગ સ્કોડ દ્વારા પણ દરેક ખૂણાની તપાસ કરવામાં આવી. જો કે, તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ સુરત પહોચ્યો ભાઇજાન, સલમાન ખાનને જોવા એરપોર્ટ પર ફેન્સનો જમાવડો

સાયબર ટીમે ઈ-મેઈલ મોકલનારની તપાસ શરૂ કરી

હાલમાં પોલીસ દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને મેઈલ મોકલનાર સુધી પહોંચવા સાયબર ટીમની મદદ લેવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને કલેકટર કચેરી અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bomb threat Rajkot Collector's Office Rajkot news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ