બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / વિસાવદરની ચૂંટણીથી નક્કી થશે ભાજપના આ દિગ્ગજ નેતાનું રાજકીય ભાવિ, તો રાજ્યમાં IASની બદલીઓ થવાની શક્યતા

સંજય દ્રષ્ટિ / વિસાવદરની ચૂંટણીથી નક્કી થશે ભાજપના આ દિગ્ગજ નેતાનું રાજકીય ભાવિ, તો રાજ્યમાં IASની બદલીઓ થવાની શક્યતા

Published By: Sanjay Vibhakar

Last Updated: 08:00 AM, 2 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડી અને વિસાવદરની બેઠક પર થનારી ચૂંટણી ભાજપના એક દિગ્ગજ નેતાનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. તો બીજી તરફ કેટલાક IAS અધિકારીઓ ઓલિમ્પિકની મીટિંગ માટે વિદેશ ઉપડ્યા છે. જાણો ગાંધીનગરની ગલીઓમાં શું ચર્ચાઈ રહ્યું છે, સંજય દ્રષ્ટિમાં

વિસાવદરની સીટ જયેશ રાદડિયાનું ભાવિ નક્કી કરશે

19મી જુને વિસાવદર અને કડી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી યોજાવાની છે. જેમાં પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયાનુ ભાવિ પણ જોડાયેલુ છે. જો કે, તેઓ ચૂંટણી લડતા નથી પરંતુ વિસાવદરની બેઠક જીતાડવાની જવાવદારી તેમની છે. આ બેઠક પર ભુતકાળમાં ભાજપને ઘણી તકલીફો પડી હતી. આ વખતે પણ આપના ઉમેદવાર ગોપાલ ઈટાલીયા ફેવરીટ હોવાનુ ચિત્ર ઉભુ થયું છે. જ્યારે રાદડીયા જૂનાગઢની આસપાસમાં મજબુત નેટવર્ક ધરાવે છે. આથી ભાજપ હાઈકમાન્ડે એક કાંકરે બે તીર મારવાનુ નક્કી કર્યુ છે. કેમ કે એક તો જોખમી બનેલી સીટને જો રાદડીયા જીતાડી આપ તો ભવિષ્યમાં થનારા મંત્રીમંડળના વિસ્તરણમાં તેમનો સમાવેશ થવાની શક્યાતાઓ વધી જશે. જો તેઓ ચૂંટણી જીતાડી ન શકે તો પછી તેઓ દીલ્હીના નેતાઓ સમક્ષ કોઈ પ્રાકારની માગણી પણ કરી શકશે નહી. ઉપરાંત પોતાના ગઢમાં જ ચૂંટણી નહી જીતાડી શકે તો તેમનુ વર્ચસ્વ પણ આપોઆપ ઘટી જશે. ત્યાર બાદ તેમને અંકુશમાં રાખવાનુ હાઈકમાન્ડ માટે સરળ બનશે.

jayesh radadiya

કેબિનેટ મીટિંગમાં IAS અધિકારીઓ મોબાઈલમાં વ્યસ્ત

દર બુધવારે ગાંધીનગરમાં મળતી કેબિનેટની મીટીંગ આ વખતે ખૂબ જ નિરસ રહી હતી. મંત્રીઓ સાથે IAS અધિકારીઓની મળતી કેબિનેટ પહેલા મળેલી કમિટી ઓફ સેક્રેટરીઓમાં બે સામાન્ય પ્રેઝન્ટેશન હતા. જેમાં કોઈને પણ ખાસ રસ પડયો નહતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા અને કેવા સરસ પ્રોગ્રામો થયા તેના ચર્ચા થઈ હતી. એ સિવાય અન્ય કોઈ ઈન્ટરેસ્ટીંગ ચર્ચા વિચારણા થઈ નહોતી. જેની લઈને મોટાભાગના IAS અધિકારીઓ કંટાળ્યા હતા. આખરે ટાઈમ પાસ કરવા માટે ઘણા અધિકારીઓએ પોતાના મોબાઈલ ફોનનો આશરો લીધો હતો. તેઓ મોબાઈલમાં વ્યસ્ત બની ગયા હતા. જો કે મુખ્ય સચિવ પંકજકુમારે ખુબ જ ઉત્સાહથી બન્ને પ્રેઝન્ટેશનને જોયા સમજ્યા હતા. તેમજ આ સંદર્ભમાં પ્રેઝન્ટેશન કરનારા જૂનિયર અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

અવંતિકા સિંઘના કેટલાક ખાતા નવા અધિકારીને સોંપાયા!

ગત અઠવાડીયે CMOમાં IAS અધિકારી વિક્રાંત પાન્ડેની નિમણૂક કરાઈ હતી. કહેવાતુ હતુ કે, કેબિનેટની બેઠક પછી ત્રણેય અધિકારીઓ વચ્ચે ખાતાઓની ફાળવણી કરી દેવાશે. હાલમાં એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ, સેક્રેટરી અવંતિકા સિઘ અને દીલ્હી ડેપ્યુટેશન પરથી પરત આવેલા અને CMOમાં મુકાયેલા વિક્રાંત પાંડે છે. સામાન્ય રીતે સરકારના તમામ ડીપાર્ટમેન્ટમાંથી ફાઈલોને CMOમાં મોકલવામાં આવે છે. સીએમ પણ આવી તમામ ફાઈલોને ચેક કરીને તેમાં સહી કરી તેને મંજૂરી આપતા હોય છે. આટલી બધી ફાઈલો વાચવાનો કે સમજવાનો સમય સીએમ પાસે હોતો નથી. આથી CMOમાં ફરજ મુકાયેલા આ ત્રણેય અધિકારીઓ વચ્ચે ફાઈલોની વહેંચણી કરાય છે. ત્યાર બાદ જે તે અધિકારી સીએમ પાસે જઈને ફાઈલના સંદર્ભમાં ચર્ચા કરીને તેને મંજૂર કે નામંજૂર કરતા હોય છે. અગાઉ અવંતિકાસિંઘ અને એમ કે દાસ વચ્ચે તમામ ખાતા વહેંચાયેલા હતા. હવે તમામ સરકારી ડીપાર્ટમેન્ટની વહેંચણી આ ત્રણેય અધિકારીઓ વચ્ચે કરવાની થાય છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે ત્રણેય વચ્ચે ખાતાની ફાળવણી કરાઈ નથી. બીજી બાજુ ચર્ચા એવી છે કે, મૌખિક સૂચનાથી અવંતિકા સિંઘ પાસેના પૈકીના કેટલા હળવા ખાતા પાન્ડેને અપાયા છે.

ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ, ત્રણ અધિકારીઓ મીટિંગ માટે વિદેશ ઉપડ્યા

2036માં ઓલિમ્પિક ભારતમાં-ગુજરાતમાં યોજાય તે માટે સરકારે તમામ તાકાત લગાવી દીધી છે. જેની સંપૂર્ણ જવાબદારી શહેરી વિકાસનો હવાલો સંભાળતા પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને સોંપાઈ છે. જ્યારે અમદાવાદના પૂર્વ કમિશનર અને સિનિયર IAS અધિકારી થેન્નારસનને પણ ગુજરાતના સ્પોર્ટસ સેક્રેટરી બનાવાયા છે. ઉપરાંત હાલના અમદાવાદના મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની પણ ઓલિમ્પિક માટેના સ્પોર્ટસ સંકુલો સહિતની તૈયાર માટે રસ લઈ રહ્યા છે. આ ત્રણેય અધિકારીના ખભા પર ઓલિમ્પિકની તૈયારીની જવાબદારી છે. ઓલિમ્પિક માટે ગુજરાતનો દાવો મજબૂત કરવા માટે આ ત્રણેય અધિકારીઓ શનિવારે યુકે જઈ રહ્યા છે. વિદેશમાં છે. તેઓ ત્યાં જઈને ગુજરાતમા ઓલિમ્પિક માટે કેવા પ્રકારની સુવિધાઓ છે, કેટલા સ્ટેડીયમ અને સ્પોર્ટસ સંકુલો છે, આગામી ભવિષ્યમાં ગુજરાતમાં બીજા નવા કેટલા સંકુલો, સ્ટેડીયો સહીતના કેટલી સુવિધા ઉભી કરાશે તેનુ પાવર પ્રેઝન્ટેશન રજૂ કરશે. તેમજ 2036ની ઓલિમ્પિક ગુજરાતને જ મળે તે માટેના પૂરા પ્રયાશો કરશે. અધિકારીઓ ચારેક દિવસ ત્યાં રોકાશે ત્યાર બાદ ગુજરાતમાં પરત ફરશે.આ ટુર બાદ આગામી સમયમાં ગુજરાતના અધિકારીઓની ટીમ સ્વીઝરલેન્ડનો પ્રવાસ કરશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ત્રણ ત્રણ અધિકારી યુકેના પ્રવાસે ચૂપચાપ ઉપડી ગયા છે જેની હજુ અનેક સિનિયર અધિકારીઓને પણ ખબર નથી.

IAS અધિકારીઓની બદલી આવશે

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના બે IAS કપલને દિલ્હી જવુ હતુ. હવે આ બન્ને કપલની કેન્દ્રમાં જવા માટેની પ્રતિનિયુક્તિને મંજૂરી મળી ગઈ છે. તેઓ આગામી દિવસોમાં નવી દીલ્હી જઈને પોતાની જવાબદારી સંભાળી લેવાના છે. પરંતુ એકસાથે ચાર IAS અધિકારી દિલ્હી જવાથી અહીં તેમની જગ્યાએ અન્ય અધિકારીઓને મુકવા પડશે. સચિવાલયમાં ચર્ચા છે કે, આ સ્થિતિને લઈને હવે IAS અધિકારીઓની બદલીનો એક નાનો રાઉન્ડ આવી જશે. આગામી સમયમાં હજૂ વધુ IAS અધિકારીઓની પ્રતિનિયુક્તિને મંજૂરી મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IAS transfer Gandhinagar New Sanjay Drashti

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ