ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગમાં મુશ્કેલી પડી, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા
Last Updated: 11:16 PM, 13 June 2025
ADVERTISEMENT
અમદાવાદમાં પ્લેન દૂર્ઘટના સર્જાઈ છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. જો કે, ઘટનાને તો માત્ર 28 કલાક થયા છે ત્યાં તો રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કંઈ ખામી સર્જાઈ હોય તેવી વિગતો ફરતી થઈ છે. જો કે, કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. એર ઈન્ડિયાના વિમાને હવામાં જ 2 ચક્કર લગાવવા પડ્યા હતા અને ફ્લાઈટના લેન્ડિંગમાં થયું મોડું કર્યું હતું.
ADVERTISEMENT
એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં મોડું થયું અને....
રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને મોટા સમાચાર સામે આવી છે. દિલ્લીથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં મોડું થયું હતું. એર ઈન્ડિયાના વિમાને હવામાં જ 2 ચક્કર લગાવવું પડ્યું હતું. વિમાનમાં અંદાજે 100 જેટલા મુસાફરો સવાર હતા. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો સર્જાયો હતો. અડધા કલાક પછી પ્લેનનું મોડેથી લેન્ડિંગ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 4 ડોક્ટરોએ ગુમાવ્યા જીવ, કુલ 33 સ્ટુડન્ટ બન્યા ભોગ
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન ક્રેશમાં 270 લોકોના મોત
અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના પેસેન્જર્સ વિમાને ઉડાન ભરી અને માત્ર ગણતરીની સેકન્ડોમાં મહાવિનાશક બ્લાસ્ટ થયો હતો. જેમાં 270થી વધુ જિંદગી ભૂંજાઈ ગઈ છે. બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના કેમસમાં મરણચીસો સંભળાઈ અને જોત-જોતામાં બધું જ નજરો સામે ખાક થઈ ગયું. માત્ર 50 સેકન્ડ, આ આખી ઘટના માત્ર 50 સેકન્ડમાં ઘટી, આ ઘટના પછી ગૃહમંત્રી તો રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા. જ્યારે પ્રધાનમંત્રી શુક્રવારે સવારે અમદાવાદ આવી પહોંચ્યા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેવી રીતે દુર્ઘટના ઘટી તે અંગે માહિતી મેળવી. સાથે-સાથે ઘાયલ દર્દીઓ સાથે મુલાકાત કરી અને મૃતકોના પરિજનોને મળી તેમને સાંત્વના આપી પરંતુ આ ઘટના એટલી દુખદ છે કે, તેના ઘા સાંત્વનાથી પણ રુઝાય તેમ નથી. બસ પ્રાર્થના કરી શકીએ કે, ઈશ્વર મૃતકોના પરિવારોને આ દુખમાંથી ઉગરવામાં મદદ કરે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.