ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુંપાલકોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, કહ્યું નિયામકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે...

સમર્થન / પશુંપાલકોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, કહ્યું નિયામકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે...

Last Updated: 04:55 PM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહત્વનું છે કે સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ ચાલી રહ્યો છે. હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ખેડૂતોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો છે.

ADVERTISEMENT

પશુપાલકોએ કરેલી અથડામણને લઈને ધવલસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે શુપાલકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું તે અયોગ્ય છે. તેમણે કહ્યું કે પશુપાલકોમાં ભાવફેરને લઈને આક્રોશ છે. ડેરીનું નિયામક મંડળ ઝડપથી આ બાબતે નિર્ણય લે તે જરૂરી છે. નિયામક મંડળ ઝડપથી ન નિર્ણય નહી લે તો આક્રોશ વધશે તેવું જણાવતા તેમણે કહ્યું કે પશુપાલકોને તેમના હકનો ભાવફેર મળવો જોઈએ.

મહત્વનું છે કે સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ ચાલી રહ્યો છે. હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ખેડૂતોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો છે. સાબર ડેરીના નિયામક મંડળ સામે પશુપાલકોમાં ભારે રોષ છે, અને તેઓ દૂધના ભાવમાં 20 થી 25%નો વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આ વિરોધને કારણે સાબર ડેરીનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'મારા પપ્પા ઝવેરા પધરાવવા ગ્યાતા ને અંદર...', કેનાલમાં ડૂબ્યા બાદ પિતા માટે દીકરીનું કલ્પાંત રડાવી દેશે

ટોળાને કાબુમાં લેવા 50 જેટલા ટીયર ગેસના સેલ છોડાયા
સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીની બહાર પશુપાલકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. જેમાં ઉશ્કેરાયેલ ટોળાને નિયંત્રણમાં લેવા પોલીસે 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસ અને પશુપાલકો વચ્ચેના ઘર્ષણ બાદ 20 થી વધુ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટોળાએ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી હતી, જેના કારણે પોલીસના 4 જેટલા વાહનોને નુકસાન થયું હતું. તો ચારથી વધુ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થર મારાની ઘટનામાં આઠ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cattle Farmers Protest Sabar Dairy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ