ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઢોંગી સુરજ ભુવાજી વિરૂદ્ધ ચાલ્યો સુપ્રીમ કોર્ટનો કોરડો, આપ્યો મહત્વનો આદેશ

જૂનાગઢ / ઢોંગી સુરજ ભુવાજી વિરૂદ્ધ ચાલ્યો સુપ્રીમ કોર્ટનો કોરડો, આપ્યો મહત્વનો આદેશ

Published By: Priyankka Triveddi

Last Updated: 01:32 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢ પોલીસે લિવ ઇન પાર્ટનરની હટ્યા મામલે સૂરજ ભુવજીના જામીન રદ્દ કર્યા છે. અને સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે એક મોટો ચુકાદો આપ્યો છે. શું છે આ સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Junagadh Murder Case: જૂનાગઢમાં ભક્તિના નામે ઢોંગ ચલાવનાર અને અંદરથી પાશવી સ્વભાવ ધરાવનાર સૂરજ ભુવાજી સામે સુપ્રીમ કોર્ટએ કડક વલણ દાખવ્યું છે. લિવ-ઈન પાર્ટનરની હત્યા કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન કરનાર આ આરોપી સહિત ચારેયને મળેલા જામીન રદ કરીને સુપ્રીમ કોર્ટે તેમને ચાર અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થવાનો હુકમ આપ્યો છે. આ નિર્ણયથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ભક્તિના ઓઠા હેઠળ છુપાયેલ આ નરાધમનું કાળું ચહેરું હવે કાયદાના ગાળિયામાં આવી ગયું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આવા ગંભીર ગુનામાં સહાનુભૂતિ દાખવી શકાય નહીં અને ન્યાયની પ્રક્રિયા ઝડપી થવી જ જોઈએ.

આ કેસમાં સામે આવ્યું છે કે પહેલેથી જ પરિણીત સૂરજ ભુવાજી 22 વર્ષીય યુવતી સાથે લિવ-ઈનમાં રહેતો હતો. બંને વચ્ચે ખટરાગ સર્જાતા ફરિયાદીની બહેને સૂરજ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદથી ગભરાઈને સૂરજ ભુવાજીએ કાવતરું રચ્યું અને યુવતીને રસ્તામાં જ ખતમ કરવાની યોજના બનાવી. આરોપીઓ યુવતીને અમદાવાદ લઈ જવાનું કહી ગાડીમાં બેઠા અને રસ્તામાં ખેતર પાસે ગાડી ઉભી રાખી. ત્યાં મિત શાહ નામના સહઆરોપીએ યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી. આ ઘટનાએ માનવતાને શરમાવે તેવો કિસ્સો ઉભો કર્યો છે.

હત્યા બાદ આરોપીઓએ પોતાના ગુનાને છુપાવવા માટે વધુ ઘાતકી ચાલ ચલાવી. યુવતીના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યો જેથી કોઈ પુરાવો ન રહે. એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ અનેક નાટકો કર્યા. સહઆરોપીને યુવતીનો દુપટ્ટો ઓઢાડીને અમદાવાદમાં ફર્યા અને CCTV કેમેરા સામે યુવતીને શોધવાનું નાટક કર્યું. યુવતીના મોબાઈલમાંથી ખોટા મેસેજ મોકલીને એવું બતાવવાનો પ્રયાસ કર્યો કે યુવતી જીવિત છે. પછી યુવતી ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી. આ તમામ હરકતો આરોપીઓની કાવતરાખોરી અને ગુનાની ગંભીરતા દર્શાવે છે.

આ પણ વાંચો: સન્માન સમારોહની આડમાં ચાલતા ધર્માંતરણના ખેલનો પર્દાફાશ, જુઓ કાળો ખેલ

આ મામલે ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલમાં વિલંબ થવાના કારણે આરોપીઓને શરતી જામીન આપ્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કરીને કડક સંદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે આવા ગંભીર ગુનાઓમાં જામીન આપવાથી ન્યાયપ્રણાલીની વિશ્વસનીયતા પર અસર પડે છે. હવે સૂરજ ભુવાજી અને તેના સાથીઓને ચાર અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવું ફરજિયાત રહેશે. આ નિર્ણયથી પીડિત પરિવારને ન્યાયની આશા જાગી છે અને સમાજમાં પણ એવો સંદેશ ગયો છે કે ગુનેગારો કેટલાંય ચાલાક કેમ ન હોય. કાયદાની પકડથી બચી શકતા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suraj Bhuvaji Junagadh murder case Supreme Court order

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ