બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યની 3 બેઠકો પર ફરીથી ચૂંટણી! જાણો ક્યાં અને શા કારણોસર રદ થયેલી?

પેટાચૂંટણી 2026 / રાજ્યની 3 બેઠકો પર ફરીથી ચૂંટણી! જાણો ક્યાં અને શા કારણોસર રદ થયેલી?

Priyankka Triveddi

Last Updated: 09:31 PM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેદવારોના અવસાનને કારણે રદ થયેલી તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર રાજ્ય ચૂંટણી આયોગે ફરી ચૂંટણી જાહેર કરી છે. જેના માટે નવી તારીખો જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ ફરી તેજ બની છે.

Gujarat Local Body by-election 2026: રાજ્યમાં તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ઉમેદવારોના અવસાનને કારણે રદ થયેલી ચૂંટણી માટે હવે નવી તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા ચૂંટણી પ્રક્રિયાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી અટકેલી ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ થશે અને મતદારોને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની તક મળશે. ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે અને નિયમો અનુસાર પૂરું કરવામાં આવશે.

24 મેના રોજ મતદાન, 26 મેના રોજ મતગણતરી

ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 મેના રોજ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 11 મે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે. જ્યારે 12 મેના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 13 મે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ તમામ પ્રક્રિયા બાદ 24 મેના રોજ ત્રણેય બેઠકો પર મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા પછી 26 મેના રોજ મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર થશે.

ત્રણ અલગ જિલ્લાઓની બેઠકો પર ચૂંટણી યોજાશે

આ ચૂંટણી રાજ્યના ત્રણ અલગ વિસ્તારોમાં યોજાશે. તેમાં વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠકનો સમાવેશ થાય છે. જ્યાં ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું અવસાન થયું હતું. બીજી બેઠક સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠક છે. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડના અવસાનને કારણે ચૂંટણી રદ થઈ હતી. ત્રીજી બેઠક અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા પંચાયતની દહેગામડા બેઠક છે. જ્યાં ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીનું અવસાન થયું હતું.

આ પણ વાંચો: ભાવનગરમાં જાહેર મંચ પરથી પરસોત્તમ સોલંકીના નિવેદનને કારણે રાજકીય માહોલ ગરમાયો

ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ થતા રાજકીય ચકચાર

ઉમેદવારોના અવસાનને કારણે આ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા અટકી ગઈ હતી, પરંતુ હવે નવી તારીખો જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ ફરી તેજ બની ગઈ છે. વિવિધ પક્ષો ફરીથી પોતાની તૈયારીમાં લાગી ગયા છે અને મતદારોને આકર્ષવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે. આ ચૂંટણીના પરિણામો સ્થાનિક રાજકારણ પર મહત્વપૂર્ણ અસર પાડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે તમામની નજર 24 મેના મતદાન અને 26 મેના પરિણામ પર કેન્દ્રિત થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat by-election 2026 State Election Commission Gujarat ગુજરાત પેટાચૂંટણી 2026
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ