બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કૂલ વાન પલટી, 8 બાળકો ઈજાગ્રસ્ત

અકસ્માત / ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કૂલ વાન પલટી, 8 બાળકો ઈજાગ્રસ્ત

Priyankka Triveddi

Last Updated: 06:19 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક સ્કૂલવાનના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સ્કૂલવાન પલટી જવાની ઘટના બની છે.

Gandhinagar School Van Accident: ગાંધીનગર જિલ્લામાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગિફ્ટ સિટી સર્કલથી પાલજ જતા રસ્તા પર એક સ્કૂલ વાન અચાનક પલટી જતાં હાહાકાર મચી ગયો હતો. ઘટના સમયે વાનમાં અંદાજિત 16 બાળકો સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત બન્યો હતો. વાન પલટી જતાં આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

8 બાળકો ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં કુલ 8 બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં બે બાળકોને વધુ ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે બાકીના બાળકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. ડોક્ટરો દ્વારા તમામ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ ઘટના માતા-પિતા અને સ્થાનિક લોકો માટે ચિંતાજનક બની છે.

આ પણ વાંચો: કામ વિના બહાર ન નીકળતા! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર

ડ્રાઈવરની ભૂલ કારણભૂત

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતાં વાન પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ વાનની સુરક્ષા અને ડ્રાઈવિંગની જવાબદારી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા સ્કૂલ વાહનો માટે વધુ કડક નિયમો અને સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે. જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar School Van Accident ગાંધીનગર સ્કૂલ વાન અકસ્માત Gift City
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ