ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / કામ વિના બહાર ન નીકળતા! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર

હીટવેવ એલર્ટ / કામ વિના બહાર ન નીકળતા! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:32 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather : કાળઝાળ ગરમીથી રાજ્યના અનેક શહેરોમાં હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચકાઇ રહ્યો છે જેને લઇ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોચી ગયું છે. 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોધાયુ છે. હવામાન વિભાગ પ્રમાણે તાપમાનમાં આગામી દિવસોમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

રાજ્યમાં આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. તાપમાન 43 ડિગ્રીને પાર થવાની સંભાવના છે.

અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર થયુ છે. બુધવારે અમદાવાદમાં 40.8, અમરેલીમાં 40.7, સુરેન્દ્રનગરમાં 40.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, સુરતમાં 39.8, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, કાળઝાળ ગરમીથી રાજ્યના અનેક શહેરોમાં હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીથી રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ ગુજરાત / ભરૂચના ઝઘડિયાની GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા

હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેર માટે સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. 26મી તારીખે 43 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Heatwave Gujarat Weather

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ