બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં પોલીસકર્મીનો આપઘાત તો ગોધરામાં જુવાનજોધ દીકરાનું ભરતી દોડમાં મોત

દુખદ / ગાંધીનગરમાં પોલીસકર્મીનો આપઘાત તો ગોધરામાં જુવાનજોધ દીકરાનું ભરતી દોડમાં મોત

Priyankka Triveddi

Last Updated: 01:18 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police News: ગુજરાત રાજ્યમાંથી એક પછી એક આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચ પછી હવે પંચમહાલ જિલ્લામાં એક યુવકનું પરીક્ષા દરમિયાન અવસાન થયું છે તો બીજી તરફ ગાંધીનગરમાં એક પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે જેના લીધે શોકની લાગણી ફેલાઈ છે.

Gujarat Police News: હાલ રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ચાલી રહી છે. આ તરફ હવે પંચમહાલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંચમહાલમાં ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા દરમિયાન દોડની કસોટી આપતી વખતે છોટાઉદેપુરના એક યુવકનું અચાનક મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પોલીસ ભરતીની તૈયારી દરમિયાન વધુ એક યુવાનનો જીવ ગયો

રાજ્યમાં પોલીસ ભરતીની પ્રક્રિયા દરમિયાન વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ચાલી રહેલી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક યુવાન ઉમેદવારનું મોત થયું છે. ગોધરાના SRP ગ્રાઉન્ડમાં ભરતી માટે શારીરિક પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન દોડ દરમિયાન યુવકને અચાનક ચક્કર આવતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. તરત જ ત્યાં હાજર અધિકારીઓ અને સ્ટાફ દ્વારા મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

panchmahal-જશપાલસિંહ-રાઠવા

છોટાઉદેપુરનો રહેવાસી હતો મૃતક ઉમેદવાર

મૃતક ઉમેદવારની ઓળખ છોટાઉદેપુર જિલ્લાના જશપાલસિંહ રાઠવા તરીકે કરવામાં આવી છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક પરીક્ષા આપવા ગોધરા આવ્યો હતો. આ યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. પ્રાથમિક માહિતી મુજબ અચાનક તબિયત બગડવાથી આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક પોલીસકર્મીનું દુઃખદ અવસાન

રાજ્યમાં પોલીસ વિભાગમાંથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીનું અવસાન થતાં વિભાગમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પોલીસકર્મીની ઓળખ ઉપેન્દ્રસિંહ વાઘેલા તરીકે કરવામાં આવી છે. તેઓ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ઘટના તેમના નિવાસસ્થાને બની હોવાનું જાણવા મળ્યું છે.

gnadhinagar-ઉપેન્દ્રસિંહ

અવસાન પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી

પોલીસકર્મીના અવસાન પાછળનું કારણ હાલ અકબંધ છે. પરિવારજનો અને નજીકના લોકો પાસેથી માહિતી મેળવીને પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને અવસાનના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને કારણે પોલીસ વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: સિંગતેલમાં ફરી 40 રૂપિયાનો વધારો, જુઓ એક જ મહિનામાં ડબ્બે કેટલાનો વધારો ઝીંકાયો?

vtv app promotion

ગઇકાલે ભરૂચમાં પણ આવી જ ઘટના બની હતી જેમાં કચ્છનો રહેવાસી રવિરાજ જાડેજા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં ભાગ લઈ રહ્યો હતો. દોડ શરૂ થયા બાદ થોડા સમય પછી અચાનક તેની તબિયત લથડી હતી. પરીક્ષા સ્થળ પર હાજર સ્ટાફ દ્વારા તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ તરફ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા રવિરાજને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવાનના અચાનક અવસાનથી પોલીસ ભરતી પ્રક્રિયામાં જોડાયેલા અન્ય ઉમેદવારો પણ સ્તબ્ધ બની ગયા હતા. રવિરાજ જાડેજાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Police Suicide Police Exam Death Gujarat Police News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ