બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સિંગતેલમાં ફરી 40 રૂપિયાનો વધારો, જુઓ એક જ મહિનામાં ડબ્બે કેટલાનો વધારો ઝીંકાયો?
Last Updated: 12:49 PM, 23 January 2026
Saurashtra Groundnut oil Price Increased: સૌરાષ્ટ્રના બજારોમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. રાજકોટ સહિતના મુખ્ય માર્કેટમાં એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. હાલ પ્રતિ 15 કિલો ડબ્બાનો ભાવ 2785 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે એક મહિના પહેલા 2590 હતો.
ADVERTISEMENT
ગત એક મહિનાની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં કુલ 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. માત્ર પખવાડિયામાં જ 170 જેટલો વધારો થવાથી ગ્રાહકો પર આર્થિક ભાર વધ્યો છે. ખાસ વાત એ છે કે માંગમાં કોઈ વિશેષ વધારો ન હોવા છતાં ભાવમાં તેજી યથાવત છે.
ADVERTISEMENT
તેલ મિલ એસોસિયેશનના જણાવ્યા અનુસાર માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી જતાં સારી ગુણવત્તાવાળી મગફળીનો જથ્થો ઘટ્યો છે. પિલાણ યોગ્ય મગફળી ઓછી મળતા મગફળીના ભાવ વધ્યા અને તેની સીધી અસર સિંગતેલના ભાવ પર પડી છે.
ADVERTISEMENT
રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ પહેલી વખત 1500ને પાર ગયો છે. હાલમાં મગફળીના ભાવ 1230થી લઈને 1530 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક મહિના અગાઉ સારી મગફળી 1250માં મળતી હતી જે હવે1450 સુધી પહોંચી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે 17 લાખ ટનથી વધુ મગફળીની ખરીદી પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સિંગતેલ સાથે સાથે કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં કપાસિયામાં 115 અને પામતેલમાં 105 રૂપિયાનો વધારો થયો છે. જોકે કોપરેલ તેલમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં લગભગ 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવ ફરક હવે વધીને 460 જેટલો થઈ ગયો છે. જેના કારણે ફરસાણ વેપારીઓ અને સામાન્ય લોકો સસ્તા વિકલ્પ તરીકે કપાસિયા તેલ તરફ વળી રહ્યા છે. જોકે નિશ્ચિત આવક ધરાવતા પરિવારો માટે તેલના ભાવમાં થયો આ વધારો મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.
ADVERTISEMENT

આ અંગે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના ચેરમેન કિશોર વિરડિયાએ જણાવ્યું હતું કે
" ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઘણું સારું થયું છે. પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન વેઠવું પડ્યું અને તેના લીધે ઘણો પાક પણ બળી ગયો હતો. હાલ જે ભાવ વધારો થયો છે તે ખેડૂતો માટે રિકવરી છે. "
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.