બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ 6 દિવસ હાઈ એલર્ટ પર, ફ્લાઇટ પહેલાં વહેલા પહોંચવા મુસાફરોને સલાહ
Last Updated: 11:05 AM, 23 January 2026
Ahmedabad Airport High Alert: ભારતભરમાં 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને સુરક્ષા જવાનોને પણ તૈનાત કરી દેવાયા છે ત્યારે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. અમદાવાદના એરપોર્ટને 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વધારાની સુરક્ષા તપાસના કારણે મુસાફરોને એરપોર્ટ પર સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે.
ADVERTISEMENT
એરપોર્ટ અધિકારીઓ અને એરલાઈન્સે મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે સુરક્ષા ચકાસણી દરમિયાન બેગેજની બે વખત તપાસ કરવામાં આવશે. તેથી મુસાફરોને પોતાની ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા ત્રણ કલાક અગાઉ એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે. અન્યથા તમારે તમારી ફ્લાઇટ મિસ કરવાનો વારો આવી શકે છે.
#PassengerAdvisory pic.twitter.com/Qq51AYHQ8A
— Ahmedabad Airport (@ahmairport) January 21, 2026
ADVERTISEMENT
એરલાઈન્સે સ્પષ્ટ કર્યું છે કે ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટના 60 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે. જ્યારે બોર્ડિંગ ગેટ ફ્લાઇટના 25 મિનિટ પહેલા બંધ થશે. મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ચેક-ઇન બેગ ઉપરાંત ફક્ત એક હેન્ડબેગ રાખે. જેનું વજન મહત્તમ 7 કિલો સુધી જ હોવું જોઈએ.
ADVERTISEMENT

વિશેષ રૂપે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસની રિહર્સલને કારણે ફ્લાઇટ ઓપરેશન્સ પર અસર પડી શકે છે. આથી મુસાફરોને વધારાનો સમય રાખીને મુસાફરીનું આયોજન કરવા અને એરપોર્ટ પર વહેલા પહોંચવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય તે માટે મુસાફરોને એરપોર્ટ સ્ટાફ સાથે સહયોગ આપવા પણ વિનંતી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.