ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મન મૂકીને વરસાદનો આનંદ ઉઠાવતા ભૂલકાંઓ કેમેરામાં કેદ, Video જોઇ દિલ ખુશ થઇ જશે

વાયરલ / મન મૂકીને વરસાદનો આનંદ ઉઠાવતા ભૂલકાંઓ કેમેરામાં કેદ, Video જોઇ દિલ ખુશ થઇ જશે

Last Updated: 11:51 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Students Playing in Rain Video: અસહ્ય ગરમી અને ભારે બફારા બાદ ચોમાસાનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ત્યારે દ્વારકામાં શાળાના વિદ્યાર્થીઓએ મન મૂકીને વરસાદની મજા માણી છે. જુઓ વીડિયો.

ADVERTISEMENT

Dwarka Rain: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. પહેલા જ સેશનમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી છે. જેને લીધે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે, ત્યારે અહીં બાળકોએ વરસાદની ભારે મજા માણી છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી મોટા ભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે, અનેક સ્થળો પર પાણી ભરાયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા છે. ત્યારે આવી સ્થિતિમાં નિર્દોષ બાળકો વરસાદની મજા માણી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદી માહોલ થઈ ગયો છે. અહીં બાળકોએ મન મૂકીને વરસાદની મજા માણી છે. હરિપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વરસાદમાં ઝૂમી ઉઠ્યા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વરસાદમાં મજા કરતા ભૂલકાઓનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હરિપર પ્રાથમિક શાળાના વિધાર્થીઓ વરસાદમાં રમી રહ્યા છે, મન ભરીને વરસાદની મજા માણી રહ્યા છે. સ્કુલ યુનિફોર્મમાં બાળકો વરસાદમાં રમી રહ્યા છે, સ્ટંટ કરી રહ્યા છે, જુદા-જુદા કરતબો કરી રહ્યા છે. આ વીડિયો જોઇને તમને પણ મજા આવી જશે. બાળકોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Vtv App Promotion 2

મેઘરાજા હજી પણ તોફાન મચાવશે

વરસાદી માહોલ વચ્ચે 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે (15 જૂન)ના રોજ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. એ જ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ અને યેલો એલર્ટ આપવા આવ્યું છે.

આ પણ વાંચો: 'અતિ ભારે' આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, અન્ય કયા-કયા જિલ્લાઓમાં ત્રાટકશે

રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે. તેમણે લખ્યું છે કે, "સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરોને નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Viral Video Dwarka Kalyanpur Students Playing in Rain Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ