બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 17 June 2025
રાજ્યમાં 3 કલાક માટે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 41થી 61 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે..
ADVERTISEMENT
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દિવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, જામનગર, મોરબી, અમરેલીમાં જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. આ ઉપરાંત ભાવનગર, ગાંઘીનગર, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે..અને પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT
24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો
બોટાદના ગઢડા તાલુકામાં સાડા 13 ઈંચ
ADVERTISEMENT
ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ
ભાવનગરના શિહોરમાં 12 ઈંચ
ADVERTISEMENT
ભાવનગરના જેશરમાં 11 ઈંચ
ભાવનગરના ઉમરાલામાં 11 ઈંચ
ADVERTISEMENT
અમરેલીના સાવરકુંડલામાં 10 ઈંચ
બોટાદ શહેરમાં 10 ઈંચ
ADVERTISEMENT
ભાવનગરના મહુવામાં 9 ઈંચ
અમરેલીના રાજુલામાં સાડા 7 ઈંચ
અમરેલી શહેરમાં 7 ઈંચ
અમરેલીના લીલા તાલુકામાં સાડા 6 ઈંચ
ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ
ભાવનગરના તલાજામાં 6 ઈંચ
ભાવનગરના ગારિયાઘારમાં 6 ઈંચ
સુરેન્દ્રનગરના ચોટિલામાં સાડા 5 ઈંચ
ભરુચના હાંસોટમાં સાડા 5 ઈંચ
રાજકોટના વિંછીયામાં સાડા 5 ઈંચ
મોરબી શહેરમાં સાડા 4 ઈંચ
આ પણ વાંચોઃ એન્ટ્રી સાથે જ મેઘરાજાએ બોલાવ્યો સપાટો, પાલિતાણામાં 11 ઇંચ વરસાદથી પુરની સ્થિતિ, 40 લોકોનું કરાયું રેસ્કયુ
ગુજરાતમાં પૂરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે. તેમણે લખ્યું છે કે, "સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરોને નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.