બ્રેકિંગ ન્યુઝ
Dinesh Chaudhary
Last Updated: 06:30 AM, 11 May 2025
100 વર્ષ પહેલા જેમનો જન્મ થયો અને ફક્ત 51 વર્ષના આયુષ્યમાં સમાજમાં ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવા અને સામાજીક વિકાસ માટે અનેક સંદેશાથી સાચી રાહ ચીંધી રુઢી ચુસ્તતા છોડાવી સમાજને કન્યા કેળવણી તરફ લઈ જઈ અઢારે કોમને શિક્ષિત બનવા પ્રેરનાર સોનલ આઈ મઢડા ખાતે બિરાજમાન છે. જૂનાગઢના કેશોદના મઢડા ખાતે આવેલું સોનલ આઇ શ્રી નું મંદિર લોકોની આસ્થા વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. 100 વર્ષ પહેલા મઢડા ખાતે હમીર મોડ અને રાણીબાઈના ઘરે જન્મેલા જન્મેલા સોનલ આઈ બચપણથી જ સમાજના ઉત્કર્ષ વિકાસ અને શિક્ષણને મહત્વ આપતા હતા 51 વર્ષની જિંદગીમાં ચારણ સમાજને અનેરો સંદેશો આપી ગયા. સોનલ આઈ ચારણ સમાજના દેવી છે ત્યાર પછી આવેલા બનુમા આઇ શ્રી થયા અને હવે કંચન આઇ શ્રી ગાદી પર બિરાજમાન છે. સોનલ આઈ નુ જીવન જ એક પરચો છે અને આઈ ના પરચા સમાજમાં નવી ક્રાંતિ લાવ્યા છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અનેક માનતાઓ લઈને સોનલ આઈના દર્શને આવે છે જેમાં પુત્ર જન્મની ઘેલછા, માંદગીનો ઉપાય જેવા ચિંતા ના વાદળો પણ હોય છે.
ADVERTISEMENT
100 વર્ષ પહેલા સોનલ આઈ જન્મ
ADVERTISEMENT
સોનલ આઈએ સમાજના દોરા ધાગા, રિવાજો, શંકાઓ ,વહેમ, અંધશ્રદ્ધાઓ વગેરે દૂર કરી સમાજને શિક્ષણ તરફ પ્રેર્યો છે અને એથી જ આજના યુવાનો અને બાળકો પણ સોનલ આઈના દુહા દિલથી લલકારે છે જેમાં સોનલ આઈ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દેખાય છે. અંદાજે પાંચસો થી સાતસો ની જ વસ્તી ધરાવતુ જુનાગઢ થી આશરે 38 km દૂર આવેલું મઢડા ખૂબ નાનું ગામ છે. પણ સોનલ ધામમાં દરરોજ 5 થી 10,000 ભવિકો આઈ ના શરણે આવે છે. શનિ અને રવિવારની રજાઓમાં 20 થી 25 હજાર દર્શનાર્થી સોનલઆઈના દર્શને આવે છે. સોનલ આઈ ના જન્મદિન પોષ સુદ બીજ પર લાખો લોકો આઈના દર્શન કરવા પહોંચે છે.
સામાજીક વિકાસ માટે સંદેશાથી સાચી રાહ ચીંધી
ADVERTISEMENT
ચારણ સમાજને ઊંચો લાવવા સોનલ આઈ શ્રી એ અનેક સંદેશા આપ્યા છે અને સોનલ આઈના પરચા આજે પણ યથાર્થ છે ચારણ જ નહીં આહિર,માલધારી, ભરવાડ,રબારી ગઢવી જેવા 18 વર્ણના લોકો સોનલ આઇ શ્રીના ચીંધેલા માર્ગ પર ચાલે છે. સોનલ આઇ આજીવન બ્રહ્મચર્ય પાળી સમાજ સુધારક તરીકે જીવન જીવ્યા, સમાજ ને કહ્યું તમારા છોકરા ભણાવો,પુરુષાર્થ કરો અને કમાણી કરી સ્વમાની જિંદગી જીવો. સોનલ આઈએ 30 વર્ષની નાની ઉંમરે બહોળું સંમેલન બોલાવી સામજિક સંદેશાઓ આપી દરેક સમાજને જાગૃત કર્યા અને આહીર ,ચારણ ,કાઠી,ભરવાડ ,ગઢવી જેવી અનેક પ્રજાને શિક્ષણનુ મહત્વ સમજાતા દરેક કોમ સમાજમાં શિક્ષિત બની. મઢડાધામ દરેક સમાજને આસ્થા સાથે સાચી રાહ ચિંધનારું કેન્દ્ર છે એટલે જ અહી આવતો દરેક સમાજનો વ્યક્તિ રૂઢિ ચુસ્તતા છોડી સમાજને આગળ લઈ જવા કન્યા કેળવણીને ખાસ મહત્વ આપતો થયો છે.
સોનલ આઈ નુ જીવન જ એક પરચો છે
ADVERTISEMENT
સોનલ આઇ શ્રીના પરચા આજે પણ પુરાય છે આજે પણ કોઈ નવી ગાડી લે તો પહેલા સોનલ ધામ આવે છે, કોઈ ને ત્યાં બાળક જન્મે તો અહી આશીર્વાદ લેવા આવે છે, દીકરીના લગ્ન હોય તો કંકોત્રી મુકવા આવે છે. સોનલ આઇ શ્રી ના આશીર્વાદથી ગાડી સારા કામે વપરાય, બાળક સમાજનો ઉધ્ધારક બને અને દીકરી શિક્ષણ મેળવી ખૂબ પ્રગતિ કરે તેવી આશા સેવવામાં આવે છે. કહેવાય છે કે એક દીકરી શિક્ષિત હોય તો બે કુળ તારે પણ સોનલ આઇ શ્રી એ તો અનેક કુળ,અનેક સમાજ તાર્યા અને હજુ પણ સદીઓ સુધી આ ઉત્કર્ષની જ્યોત જગાવતા રહેશે. સોનલ આઈ શ્રી માં અતુટ શ્રદ્ધા રાખતી બાળા દુહા લલકારી પોતાની આસ્થા વર્ણવી વર્ષો પહેલા આઈ માં ના કન્યા કેળવણીના સંદેશાને જીવંત પુરવાર કરે છે.
આ પણ વાંચો: સેથળી ગામે બિરાજે વાવવાળા ખોડિયાર માતાજી, વાવામાં નથી ખૂટતું પાણી, પરચા હાજરા હજુર
ADVERTISEMENT
સદીઓ સુધી ઉત્કર્ષની જ્યોત જગાવતા રહેશે
આજે લાખો શ્રદ્ધાળુઓ વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે.સોનલ આઇ શ્રીના 400 થી વધુ મંદિરો બનાવ્યા છે અને તેમના નામની અલખ દુનિયા ભરમાં જગાવી રહ્યા છે... સમાજ માટે જીવવાની રાહ ચિંધનાર સોનલ આઇ શ્રી ના જન્મોત્સવને પણ સનાતન ધર્મને જોડી ખાસ બનાવવામાં આવી રહ્યોં છે. સતવાદી ચારણ બનો, કાઢો કુટુંબ કલેશ, છોડો દારૂ ચારણો (ઈ) આઈ સોનલ આદેશ, દામ માટે કોઈ દિકરી, વહેચો નહી લઘુલેશ, દેવવૃતી છોડીદયો (ઈ) આઈ સોનલ આદેશ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.