ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / સાળંગપુરમાં હનુમાન જયંતિ ઉત્સવની ધામધૂમ, બલૂન ડ્રોપિંગથી ઉજવણીનો પ્રારંભ

ભવ્ય ઉજવણી / સાળંગપુરમાં હનુમાન જયંતિ ઉત્સવની ધામધૂમ, બલૂન ડ્રોપિંગથી ઉજવણીનો પ્રારંભ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:03 AM, 2 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ચૈત્રી પુનમ એટલે કે હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણીથી ભક્તિનો અદભૂત માહોલ સર્જાયો. લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને મહા આરતી સાથે આખું ધામ ઝગમગી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે સાળંગપુર ખાતે 1 અને 2 એપ્રિલ એમ ૨ દિવસ ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

Hanuman Jayanti Salangpur Temple: સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભક્તિ, ભવ્યતા અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો મહોત્સવ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં યોજાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. 1 અને 2 એપ્રિલ એમ 2 દિવસ ચાલનારા આ ઉત્સાહ સમારોહમાં હજારો ભક્તોએ ભાગ લીધો છે અને આજે પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે સંખ્યામાં ભીડ આ મંદિરે જોવા મળી રહી છે. હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે રંગબેરંગી લાઈટો અને સંગીતના સંયોજનથી 54 ફૂટ ઊંચી “કિંગ ઓફ સારંગપુર” હનુમાનજીની પ્રતિમા આસપાસનું દૃશ્ય અલૌકિક બની ગયું હતું. આ કાર્યક્રમ પછી થયેલી ભવ્ય આતશબાજીએ આખા આકાશને ઝગમગાવી દીધું, જેને જોવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે હનુમાનજીની વિશાળ પ્રતિમા સામે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલના લાલજી મહારાજ, અનેક સાધુ-સંતો તેમજ હજારો હરિભક્તોએ હાજરી આપી હતી. આરતી દરમિયાન ભક્તિનો ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. ભક્તોએ એકસાથે આરતી ગાઈને આધ્યાત્મિક એકતાનો અનોખો અનુભવ કર્યો હતો. લાઈટ શો અને આતશબાજીનો આનંદ માણતા ભક્તોએ આ પવિત્ર ક્ષણોને યાદગાર બનાવી દીધી હતી.

સાળંગપુર ધામમાં હનુમાન જયંતિના દિવસે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યે 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે ઉજવણીનો પ્રારંભ થશે, જે સમગ્ર કાર્યક્રમને વધુ આકર્ષક બનાવશે. મંદિર પ્રાંગણમાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે. આ ઉપરાંત મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં હજારો ભક્તોને પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવશે.

આ પણ વાંચો: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી સાથે મળીને ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મળશે નવી દિશા

જન્મોત્સવની ઉજવણીને વધુ વિશેષ બનાવવા માટે 151 કિલોની વિશાળ કેક કાપવાની પણ યોજના છે. જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આજના દિવસે લાખો ભક્તો સાળંગપુર પહોંચવાની શક્યતા છે. જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બનશે. સાળંગપુરમાં યોજાયેલ આ હનુમાન જયંતિ મહોત્સવ ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ બની રહ્યો છે. જ્યાં દરેક ભક્તને આધ્યાત્મિક આનંદનો અનુભવો થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

નુમાન જયંતિ સાળંગપુર મંદિર Salangpur Temple Hanuman Jayanti

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ