ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેરી સહિત શક્કર ટેટીનો વળ્યો સોંથ, કમોસમી વરસાદે ફેરવી ખેતી પાકની 'પથારી', ખેડૂતો બન્યા લાચાર
Last Updated: 04:30 PM, 4 May 2025
ADVERTISEMENT
બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. માવઠાને કારણે વિવિધ પાકો સાથે આંબાઓ પરની કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. તો ટેટીના પાકને પણ મોટું નુકસાન થયું છે.
ADVERTISEMENT
પાલનપુરમાં 500 જેટલા આંબાઓ પરની કેરીઓ ખરી
ADVERTISEMENT
વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા બનાસકાંઠાના પાલનપુરમાં 500 જેટલા આંબાઓ પરની કેરીઓ ખરી પડી છે. જેને કારણે આંબાવાડીના ઈજારેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વિશાલ પટની અને તેમના પરિવારે આશરે 8 લાખ રૂપિયામાં આંબાવાડી ઈજારા પર રાખી હતી. આંબા પરની કેરીઓથી 15 લાખ રૂપિયા જેટલી આવક થવાની તેમને આશા હતી. પરંતુ ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: અરવલ્લીના વિજ્ઞાનના શિક્ષકે કેરીની 35 જાતના છોડ વિકસાવ્યા, લાખ્ખો ખેડૂતો માટે બન્યા પ્રેરણાનો સ્ત્રોત
ટેટીના પાકમાં સોંથ વળ્યો
ADVERTISEMENT
બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. ટેટીના પાકને મોટું નુકસાન થયું છે. એક ખેડૂતે 18 વીઘા જમીનમાં વાવેલી ટેટીઓ બગડી ગઈ છે. તો ક્યાંક વરસાદને કારણે શક્કર ટેટી બગડવા લાગી છે, ત્યારે ખેડૂતને 8 લાખ રૂપિયાથી વધુના નુકસાનનો અંદાજ છે. સર્વે કરાવીને સરકાર વળતર અપાવે તેવી ખેડૂતોની માગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.