બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક તરફ મંત્રીએ બંધારણને ફોલો કર્યું, તો બીજી તરફ કલાકાર અર્જુન ઠાકોરે કર્યો નિયમોનો ઉલાળિયો
Last Updated: 12:32 PM, 3 February 2026
Banaskantha Thakor Samaj News: બનાસકાંઠામાં ઠાકોર સમાજના એક સિક્કાની બે બાજુ જેવો કિસ્સો સામે આવ્યો છે. ઠાકોર સમાજે હજુ અઠવાડિયા પહેલા જ અડધી રાતે આખા સમાજને ભેગો કરીને એક બંધારણની રચના કરી હતી અને હજુ અઠવાડિયુ પણ નથી થયું ત્યાં તો આ બંધારણની ઐસી કી તૈસી સમાજના જાણીતા કલાકારે કરી છે.
ADVERTISEMENT
વાત જાણે એમ છે કે જાબડીયા ગામમાં રહેતા કલાકાર અર્જુન ઠાકોરે તેમના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અર્જુન ઠાકોરે તેમના લગ્નની ઉજવણી રંગે ચંગે કરી હતી જેના વિશે બંધારણમાં મનાઈ ફરમાવવામાં આવી છે. કલાકાર અર્જુન ઠાકોર તેમના લગ્નની જાન લઇને DJ અને મોટો વરઘોડો કાઢીને પરણવા ગયા હતા. અર્જુનના પરિવારજનો પણ આ વરઘોડામાં DJ ના તાલે ઝૂમતા નજર આવી રહ્યા છે. ત્યારે ઠાકોર સમાજમાં એ પ્રશ્ન થાય છે કે જો કલાકારો કે સમાજના પ્રતિષ્ઠિત લોકો જ નિયમોની ધજીયા ઉદવશે તો બીજા લોકો કેવી રીતે તેનું પાલન કરશે??
કલાકાર અર્જુન ઠાકોરના પરિવારે લગ્નમાં બંધારણની કરી ઐસી કી તૈસી, નાચ્યા DJના તાલે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 3, 2026
(થોડા જ દિવસો પહેલા ઠાકોર સમાજે સમાજના આગેવાનોની હાજરીમાં કેટલાક નિયમો સાથે નવા બંધારણને અમલમાં મૂક્યું હતું. જે અંતર્ગત લગ્નમાં DJ વગાડવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે તાજેતરમાં જ જાબડિયા ગામમાં… pic.twitter.com/FUxl0j35IO
ADVERTISEMENT
હજુ થોડા દિવસો પહેલાની જ વાત છે કે જ્યારે આખો ઠાકોર સમાજ એક જગ્યાએ ભેગો થયો હતો અને પ્રસંગોમાં થતાં ખોટા ખર્ચા અને દેખાડાને અટકાવવા માટે એક બંધારણ સમાજના આગેવાનોની હાજરીમાં નક્કી કરીને તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું. અને હજુ તો થોડો સમય જ થયો છે ત્યાં તો આ નિયમોની ઐસી તૈસી જાબડીયાના કલાકાર અર્જુન ઠાકોર અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી છે. જો કે આ સમાજનું બંધારણ તોડવાને લીધે આગેવાનોમાં રોષ છે અને હવે આગળ શું પગલાં લે છે તેની ઠાકોર સમાજના લોકો રાહ જોઈને બેઠા છે.
ADVERTISEMENT
જો કે એક તરફ અર્જુન ઠાકોર છે કે જેને નિયમોનું પાલન કર્યું નથી અને બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી છે કે જેમણે 2 દીકરીઓના પ્રસંગ તાજેતરમાં જ આ બંધારણને અમલમાં રાખીને કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજના નવા બંધારણ અનુસાર લગ્ન પ્રસંગમાં કોઈપણ પ્રકારના દેખાડા ન કરવા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ બંધારણનું સંપૂર્ણ પાલન કરતા મંત્રી સ્વરૂપજી ઠાકોરે લગ્નમાં લગ્નપત્રિકા, ડીજે, ભવ્ય મંડપ કે શાનદાર આયોજનનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો હતો.
ADVERTISEMENT
લગ્ન પ્રસંગમાં કોઈપણ પ્રકારના રાજકીય પ્રભાવ અથવા દેખાડા ન થાય તે હેતુથી, કોઈ રાજકીય આગેવાન કે મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. લગ્ન ફક્ત પરિવારજનો, સમાજના સ્નેહીઓ અને નજીકના સગાસંબંધીઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન સાદાઈથી કરીને સમાજમાં એક મજબૂત સંદેશ આપ્યો છે કે, લગ્ન પ્રસંગોમાં ખર્ચાળ દેખાડા કરતાં સંસ્કાર અને પરંપરાનું મહત્વ વધારે છે. તેમના આ પગલાંને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે.
ઠાકોર સમાજના નવા બંધારણનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં થતો જોવા મળ્યો. મંત્રી સ્વરૂપજી ઠાકોરે નિયમોનું પાલન કરીને સમાજના અન્ય લોકોને પણ સાદાઈ અપનાવવા અને ખોટા ખર્ચ ટાળવા માટે પ્રેરણા આપી તો બીજી તરફ અર્જુન ઠાકોરે આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.