બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / સુરત / Gujarat monsoon forecasting next 2 day will heavy rain in Ahmedabad rajkot surat

સાચવજો! / અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા શહેરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, 48 કલાક 'ભારે'

MayurN

Last Updated: 03:33 PM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી 
  • ગુજરાતના દરિયાકાંઠામાં જોવા મળ્યો કરંટ 
  • ગુજરાતમાં અત્યાર સુધી 78.97 ટકા સરેરાશ વરસાદ

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. આ બંને સિસ્ટમના કારણે આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, જેના પગલે આજે શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી ૪૮ કલાકમાં લો-પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતાના પગલે આવતી કાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સરદાર સરોવર ડેમ આ વર્ષે છલકાય તેવી શક્યતા 
નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી ૧૩ર.૭૪ મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે આ વર્ષે ડેમ સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી શક્યતા છે. ડેમ તેની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટરથી હવે માત્ર પ.૯૪ મીટર દૂર છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેથી બારડોલીના હરિપુરાનો લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં ૧ર જેટલાં ગામો બારડોલીના મુખ્યમાર્ગથી સંપર્કવિહોણાં બન્યાં છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમનું લેવલ ૩૯૬.૦૪ ફૂટે પહોંચ્યું છે. ખાનપુર તાલુકામાં ભાદર ડેમની સપાટી ૧૧૯.૯૦ મીટર પર પહોંચી છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાતાં ધરોઈ ડેમની સપાટી ૬૦પ.૯૦ ફૂટ પર પહોંચી છે.

 

ગુજરાતમાં અત્યાર સુધી ૭૮.૯૭ ટકા સરેરાશ વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધી ૭૮.૯૭ ટકા સરેરાશ વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં સૌથી વધારે ૧ર૬.ર૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૪૭ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૭.૮ર ટકા, સૌરાષ્ટ્રમાં ૭પ.પપ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૮.૪૯ ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૮૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે પોરબંદરમાં ર.પ ઈંચ, જ્યારે સૂત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો.

દરિયો ગાંડોતુર બન્યોઃ ૧૫ ફૂટ સુધી ઊંચા મોજાં ઊછળ્યાં
રાજ્યનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો ગુજરાતીઓને ડરાવી રહ્યો છે. દરિયામાં ભારે કરંટના લીધે ૧પ ફૂટ સુધી ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયો તોફાની બનતાં માછીમારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. વલસાડના દરિયા કિનારે તોફાની માહોલ છે. દરિયાનાં પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે. તોફાની દરિયો અને ઝડપી પવનના કારણે દરિયા કિનારાનાં કેટલાંક ઘરને પણ નુકસાન પહોંચ્યું છે. ગામની શેરીઓ અને લોકોનાં ઘરમાં પણ દરિયાનાં પાણી ઘૂસ્યાં છે. દાંતી ગામમાં વરસાદ કે નદી નહીં, પરંતુ દરિયાનાં પાણીના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંઓની સાથે પ૦ કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Rain forecast ahmedabad gujarat monsoon 2022 rajkot surat ગુજરાત વરસાદ વરસાદની આગાહી હવામાન વિભાગ gujarat monsoon 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ