બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:54 AM, 28 April 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની ગણતરી શરૂ થતાં જ રાજ્યભરમાં રાજકીય ચહલપહલ વધી ગઈ છે. 26 એપ્રિલે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં સરેરાશ આશરે 57 ટકા મતદાન નોંધાયું હતું જે લોકલ સ્તરે મતદારોની સક્રિયતા દર્શાવે છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે અને સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ છે ત્યારબાદ ઈવીએમના મત ખૂલતા ચિત્ર વધુ સ્પષ્ટ થવાનું છે.
ADVERTISEMENT
આ ચૂંટણીમાં કુલ 26,196 બેઠકો માટે મતદાન થયું છે, જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો મહાનગરપાલિકાઓમાં આશરે 49 ટકા, નગરપાલિકાઓમાં 59 ટકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં લગભગ 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા જ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી હતી કે કુલ 732 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. તેમાં મહાનગરપાલિકાની 43 બેઠકો, નગરપાલિકાની 385 બેઠકો, જિલ્લા પંચાયતની 52 બેઠકો અને તાલુકા પંચાયતની 252 બેઠકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને સત્તારૂઢ પક્ષે મોટી સંખ્યામાં બેઠકો મતદાન પહેલા જ પોતાના ખાતામાં મૂકી લીધી હતી જે પરિણામોની દિશા વિશે પહેલેથી સંકેત આપે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ LIVE : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરુ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી
ADVERTISEMENT
રાજકીય વિશ્લેષણ મુજબ રાજ્યમાં ફરી એકવાર ભાજપ પક્ષ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યો છે. ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ફરી ભાજપનું પ્રભુત્વ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ વખતની ચૂંટણીમાં કેટલીક જગ્યાએ એન્ટી-ઇન્કમ્બન્સીનો માહોલ પણ જોવા મળ્યો હતો જેના કારણે વિપક્ષને થોડી મજબૂતી મળવાની સંભાવના છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વ જાળવવાની લડાઈ સમાન બની છે, જ્યારે અન્ય પક્ષો માટે પણ આ પરિણામો આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શહેરોમાં વિપક્ષની બેઠકોમાં વધારો થાય તો રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે.ચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાએ સત્તારૂઢ પક્ષ સામે અસંતોષ પણ દેખાયો હતો જેમાં પ્રચાર દરમિયાન વિરોધ અને તણાવની ઘટનાઓ પણ નોંધાઈ હતી.

લાંબા સમયથી સત્તામાં રહેલા પક્ષ માટે આ એક ચેતવણીરૂપ સંકેત બની શકે છે. આ ચૂંટણીને માત્ર સ્થાનિક સ્તરની ચૂંટણી તરીકે નહીં પરંતુ ભવિષ્યની મોટી ચૂંટણી માટેનો “લિટમસ ટેસ્ટ” માનવામાં આવી રહી છે. પરિણામો સંપૂર્ણ જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે કે મતદાતાઓએ વિકાસ, અસંતોષ કે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કઈ દિશામાં મત આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.