બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / તમામ મનપામાં ભગવો લહેરાતા કમલમમાં ભાજપની હર્ષભેર ઉજવણી, PMએ માન્યો જનતાનો આભાર
તમામ મનપામાં ભગવો લહેરાતા કમલમમાં ભાજપની હર્ષભેર ઉજવણી, PMએ માન્યો જનતાનો આભાર
તમામ મનપામાં ભગવો લહેરાતા કમલમમાં ભાજપની હર્ષભેર ઉજવણી, PMએ માન્યો જનતાનો આભાર
અમદાવાદમાં ભાજપની જીત બદલ વિજયોત્સવ
April 28, 2026 19:03
અમદાવાદમાં ભાજપની જીતને ઉજવવા માટે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખાનપુર વિસ્તારમાં યોજાશે. જીતેલા તમામ ઉમેદવારો વિજય સરઘસ સાથે ખાનપુર પહોંચશે, જ્યાં પાર્ટી દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવશે. આ ઉજવણી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાઈને જીતનો જશ્ન મનાવશે.
મહીસાગર જિલ્લામાં ભાજપના ઉમેદવારોનું જોરદાર પ્રદર્શન
April 28, 2026 19:01
મહીસાગર જિલ્લામાં ભાજપના ઉમેદવારોનું જોરદાર પ્રદર્શન
અગાઉ ભાજપ પાસે 22 જિલ્લા પંચાયતની સીટ હતી આ વખતે 26 સીટો મેળવી
અગાઉ ભાજપ પાસે 88 તાલુકા પંચાયત સીટી હતી આ વખતે 102 સીટોથી વિજય મેળવ્યો
33 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
April 28, 2026 18:45
33 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
1 જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કર્યો કબજો
1090 બેઠકમાંથી ભાજપે 810 બેઠક મેળવી
કોંગ્રેસના ખાતામાં માત્ર 128 બેઠક આવી
અન્યના ખાતામાં 54 બેઠક આવી
ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે!: PM મોદી
April 28, 2026 18:29
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ભાજપને મળેલી જંગી જીત માટે PM મોદીએ ટ્વિટ કરીને ગુજરાતની જનતાનો માન્યો આભાર.
ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે! રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.
નડિયાદ ભાજપ કાર્યાલયમાં ભાજપનો વિજય ઉત્સવ ઉજવાયો
April 28, 2026 18:14
નડિયાદ ભાજપ કાર્યાલયમાં ભાજપનો વિજય ઉત્સવ ઉજવાયો. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપની જીત.
નડિયાદ કમલમમાં જીલ્લા પ્રમુખ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ ઉજવાયો. જિલ્લાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ પ્રભારી રમેશભાઈ દેસાઈએ તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. કમલમમાં મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ.
વલસાડની ઉમરગામ તાલુકા પંચાયતમાં લહેરાયો ભગવો
April 28, 2026 18:08
વલસાડની ઉમરગામ તાલુકા પંચાયતમાં લહેરાયો ભગવો.
ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને કરી ઉજવણી.
વલસાાડ જિલ્લામાં ભાજપનો દબદબો
પારડી તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું
મહીસાગર જિલ્લામાં ભાજપના ઉમેદવારોનું જોરદાર પ્રદર્શન
April 28, 2026 18:05
મહીસાગર જિલ્લામાં ભાજપના ઉમેદવારોે આ વખતે જોરદાર પ્રદર્શન કર્યું છે અને પોતાના પ્રભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અગાઉ જિલ્લા પંચાયતની 22 બેઠકો ધરાવતી ભાજપે આ વખતે 26 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે તાલુકા પંચાયતની બેઠકોમાં પણ 88થી વધારીને 102 બેઠકો સુધી પહોંચીને મજબૂત બહુમતી હાંસલ કરી છે. ખાસ કરીને સંતરામપુર વિસ્તારમાં, જે ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રીનો મત વિસ્તાર ગણાય છે, ત્યાં ભાજપે ભવ્ય વિજય નોંધાવ્યો છે. તાલુકા પંચાયતની 24માંથી 20 બેઠકો તથા જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો જીતતા ભાજપે આ વિસ્તારમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.
ભવ્ય જીત બદલ કમલમ ખાતે મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ અને હર્ષ સંઘવીને મીઠાઈ ખવડાવી કરી ઉજવણી
April 28, 2026 18:00
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું ધમાકેદાર પ્રદર્શન
90 ટકાથી વધારે બેઠકો જીતી લીધી
કમલમ ખાતે મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ અને હર્ષ સંઘવીને મીઠાઈ ખવડાવી કરી ઉજવણી
બોટાદ જિલ્લા પંચાયત ની વાવડી બેઠક પર રી-કાઉન્ટિંગ હાથ ધરાશે
April 28, 2026 17:53
બોટાદ જિલ્લા પંચાયતની વાવડી બેઠક પર રી-કાઉન્ટિંગ હાથ ધરાશે
વાવડી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો 76 મતે થયો છે વિજય
આપના ઉમેદવારે રી-કાઉન્ટિંગ ની માંગ કરી હતી
હાલ રી-કાઉન્ટિંગ હાથ ધરવામાં આવ્યુ
વડોદરામાં ભવ્ય જીત બાદ ભાજપની ઉજવણી
April 28, 2026 17:51
વડોદરામાં ભવ્ય જીત બાદ ભાજપની ઉજવણી,
સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે ભાજપની ઉજવણી,
શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉજવણીમાં જોડાયા
એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું
જીતની ઉજવણીમાં ભારે આતશબાજી કરાઈ
સુરતમાં ભાજપનો અનોખો કટાક્ષ, અનોખી ઉજવણી
April 28, 2026 17:39
સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ વિહોણા શાસન તરફ સ્થિતિ આગળ વધતી દેખાઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીતની અનોખી અને કટાક્ષભરી ઉજવણી જોવા મળી હતી. શહેરના વોર્ડ નંબર 4માં કાર્યકર્તાઓએ રસ્તા પર મમરા ઢોળ્યા અને પછી તેના પર ઝાડુ મારીને સફાઈ કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ ઉજવણી ખાસ કરીને આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિન્હ ‘ઝાડુ’ પર કટાક્ષરૂપ બની રહી હતી, જ્યાં કાર્યકર્તાઓએ ઝાડુની સળીઓ ઉખેડીને પ્રતિકાત્મક રીતે વિરોધીઓને નિશાન બનાવ્યા હતા. આ રીતે તેમણે વિપક્ષના ‘સૂપડા સાફ’ થઈ ગયા હોવાનો સંદેશ આપતા પોતાના વિજયનો જુસ્સો અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના ઇતિહાસમાં ફરી કુબેર નગર વોર્ડમાં 3 મહિલા કાઉન્સિલર
April 28, 2026 17:35
કુબેરનગર વોર્ડ પરિણામ: 2 ભાજપ અને 2 કોંગ્રેસ
અમદાવાદના ઇતિહાસમાં ફરી કુબેરનગર વોર્ડમાં 3 મહિલા કાઉન્સિલર
કોંગ્રેસ કલ્પનાબેન કોડેકર
કોંગ્રેસ કામિનીબેન ઝા
ભાજપ આરતીબેન પટણી
ભાજપ ઉમેદસિંહ યાદવ
OBC અનામ ને કારણે કલ્પનાબેન કોડેકરના મત વધુ થતા વિજય જાહેર કરાયા
અનામતના નિયમ અનુસાર 3 મહિલા અને 1 પુરુષ કાઉન્સિલર બનશે
પંચમહાલમાં ભાજપની ભવ્ય જીત
April 28, 2026 17:30
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચમહાલમાં ભાજપની ભવ્ય જીત
જિલ્લાની નગરપાલિકા,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય
જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા વિપક્ષ પર પ્રહાર 'મતદાતાઓએ વિરોધીઓને આપ્યો જવાબ'
વલસાડ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો
April 28, 2026 17:23
વલસાડ જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર
વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકો
ભાજપ - 32
કોંગ્રેસ - 3
અપક્ષ - 1
રામોલમાં ભાજપ પેનલની જીત
April 28, 2026 17:20
રામોલમાં ભાજપ પેનલની જીત
સોનલ રબારી
રૂપલ ભટ્ટ
રૂકમેશ ચૌહાણ
મૌલિક પટેલ
" કોઈ ભેદભાવ નહીં થવા દઈએ તેની ખાતરી આપું છું" : સાંસદ સી. આર. પાટીલ
April 28, 2026 17:15
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને સી. આર. પાટીલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીને મળેલી ચાર બેઠકો જગજાહેર છે, પરંતુ ભાજપના પ્રયત્નોની સામે આ બેઠકો પણ આવવી જોઈએ નહોતી, જે બાબત તેઓ સ્વીકારી રહ્યા છે. તેમણે માન્યું કે પાર્ટીની તરફથી ક્યાંક કોઈ કમી રહી હશે અને તેને સુધારવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. સાથે જ તેમણે વિશ્વાસ અપાવ્યો કે જ્યાં કોંગ્રેસ અને આપને જીત મળી છે તે વિસ્તારોના મતદાતાઓનો વિશ્વાસ જીતવા ભાજપ કામ કરશે અને તેમની ઈચ્છા મુજબ વિકાસ કાર્યો કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે અને તમામ વિસ્તારોમાં સમાન રીતે કામગીરી કરવામાં આવશે.
સુરત મનપાની ચૂંટણીનું ઐતિહાસિક પરિણામ
April 28, 2026 17:13
ભાજપે 30 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું
વર્ષ 1995 માં પણ વિરોધ પક્ષ બની ન શકે તે પ્રકારનું પરિણામ લાવ્યા હતા
2026માં પણ વિરોધ પક્ષ બની ન શકે તે પ્રકારનું મેળવ્યું પરિણામ
વર્ષ 1995 માં 99 બેઠક વખતે 98 ઉપર જીત મેળવી હતી અને 1 બેઠક આ પક્ષમાં ગઈ હતી
ફરી એક વખત 30 વર્ષ બાદ ભાજપ 120 માંથી 115 બેઠક હાસલ કરી વિરોધ પક્ષને જાકારો આપ્યો
કચ્છમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી જંગમાં ભાજપનો ભગવો લહેરાયો
April 28, 2026 17:11
કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ જનતાની જીત ગણાવી, ભુજ કમલમ ખાતે પક્ષના મોવડીઓએ વિજય બદલ લોકોનો આભાર પ્રગટ કર્યો
પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપનો લહેરાયો ભગવો
April 28, 2026 17:08
પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકમાંથી 19 પર ભાજપનો વિજય.
ફરી એકવાર ભાજપે જિલ્લા પંચાયતમાં બાજી મારતા ભાજપ કાર્યકરોએ કરી ઉજવણી.
કોંગ્રેસના ફાળે ગઈ 13 બેઠક.
અમદાવાદ મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત
April 28, 2026 17:07
અમદાવાદ મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત
હાજી મિર્ઝા
હિતેન્દ્ર પીઠડીયા
નાદિયા પઠાણ
નૂરજહાં દિવાન
જમાલપુર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત
April 28, 2026 16:45
જમાલપુર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત
3 વર્ષ પહેલા ઝગડેલાં રિવાબા અને પૂનમ માડમ જીતની ખુશીમાં ભેટયા
April 28, 2026 16:41
જામનગર મહાનગરપાલિકામાં 16માંથી 15 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની
આ સાથે જ ભાજપે 60 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી
આ જીતને લઈ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ ભેટી પડ્યા
વાવ થરાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય
April 28, 2026 16:39
થરાદ તાલુકા પંચાયત ભાજપ 23, 1 કોગ્રેસ
રાહ તાલુકા પંચાયત 12 ભાજપ 4 કોગ્રેસ
વાવ તાલુકા પંચાયત 10 ભાજપ 6 કોગ્રેસ
ધરણીધર તાલુકા પંચાયત 12 ભાજપ, 2 કોગ્રેસ, 2 અપક્ષ
સુઈગામ તાલુકા પંચાયત 9 ભાજપ 7 કોગ્રેસ
ભાભર તાલુકા પંચાયત 10 ભાજપ 7 કોગ્રેસ 1 અપક્ષ
લાખણી તાલુકા પંચાયત 7 ભાજપ 13 કોગ્રેસ 1અપક્ષ
દિયોદર તાલુકા પંચાયત 12 કોગ્રેસ અને 10 ભાજપ
ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપને પ્રચંડ બહુમત
April 28, 2026 16:33
15 મહાનગરપાલિકામાં જંગી બહુમતીથી ભાજપનો વિજય
1044 બેઠકમાંથી વિપક્ષને મળી માત્ર 101 બેઠક
90% બેઠકો જીતીને ભાજપ તમામ મહાનગરપાલિકામાં બેસાડશે પોતાનો મેયર
સુરતના ઇતિહાસમાં પહેલીવાર મહાનગર પાલિકામાં ભાજપને 100થી વધુ સીટ મળી
April 28, 2026 16:07
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ-AAPના સૂપડાં સાફ
AAP,કોંગ્રેસને વિરોધ પક્ષ બની શકે એટલી બેઠક પણ નહીં
સુરત મહાનગરપાલિકામાં આ વખતે નહીં બની શકે કોઈ વિપક્ષ નેતા
120માંથી 115 બેઠક પર ભાજપ ઉમેદવારની ભવ્ય જીત
ઈન્દ્રપુરી વોર્ડ માં ભાજપ પેનલ નો વિજય
April 28, 2026 15:54
અમદાવાદ મનપામાં ભાજપનું શાનદાર પ્રદર્શન
શહેરના ઈન્દ્રપુરી વોર્ડમાં ભાજપની પેનલ જીતી
રમીલાબેન પ્રજાપતિ,દર્શનાબેન રાવલનો વિજય કિર્તીભાઈ પટેલ,કૌશિકભાઈ પટેલનો વિજય
ભાજપની પેનલનો વિજય થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ
વડગામ તાલુકાની જલોત્રા જિલ્લા પંચાયત સીટ ઉપર ઇતિહાસમાં પ્રથમવાર ભાજપની જીત
April 28, 2026 15:43
1303 મતોથી ચેહરાજી ઠાકોરનો વિજય. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને જલોત્રા સીટના ઇન્ચાર્જ વસંત ભટોળની મહેનતથી ઇતિહાસની પ્રથમ જીત
મહેસાણા મનપા ચૂંટણીમાં વોર્ડ નં-3માં કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય
April 28, 2026 15:19
આશરે 1600થી 1800 મતોની જંગી લીડથી કમલેશ સુતરીયા અને પેનલની જીત, ભાજપના સાંસદ, ધારાસભ્યથી લઈ પૂર્વ સ્પીકરના પ્રયાસો છતાં ભાજપને મળ્યો જાકારો, મહાનગરપાલિકામાં ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડીશું: કમલેશ સુતરીયાનો હુંકાર, રોડ, ગટર, પાણી અને રસ્તાની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની આપી ખાતર, જનતાએ ભાજપને જાકારો આપી કોંગ્રેસ પર મુક્યો અકબંધ વિશ્વાસ, અમે શાસક નહીં કોંગ્રેસના સેવક છીએ, હંમેશા પ્રજાની વચ્ચે રહીશું - કમલેશ સુતરીયા
નર્મદામાં આપની જીત પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા
April 28, 2026 15:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પજ ભાજપને હરાવસેની આગાહી સાચી પડી, સાંસદ મનસુખ વસાવા મીડિયાને બોલાવી કહ્યું હતું કે ભાજપના નિયમો ભાજપને ભારે પડશે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે ટિકિટ આપવામાં સિનિયરોને કાપ્યા હતા, 3 ટમ થી જિલ્લા પંચાયત જીતેલા ઉમેદવારોને કાપતા આજે સાગબારા, ડેડીયાપાડામાં આપના ઉમેદવારોની જીત થઈ
અમદાવાદના ખાડિયામાં પહેલીવાર કોંગ્રેસની જીત
April 28, 2026 15:02
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર
ખાડિયામાં કોંગ્રેસની પેનલની ભવ્ય જીત
ધ્રુવ કલાપી,બિરજુ ઠક્કર,મીનાબેન નાયક,ઇલિયાસ પઠાણની જીત
બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયાની જીત
April 28, 2026 15:02
મહેસાણાની બહુચરાજી નગરપાલિકામાં ભાજપના ઉમેદવારની જીત
બંગડીઓ વેંચતા સંશીબેન કાંગશિયા બન્યા બહુચરાજી નગરપાલિકા ના કોર્પોરેટર
બહુચરાજી નગરપાલિકા વોર્ડ-4માં ભાજપ પેનલની જીત
જામનગર મહાનગરપાલિકાનુ પરિણામ-વોર્ડ નંબર 12મા આપ અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું
April 28, 2026 14:50
કોંગ્રેસના અલ્તાફ ખફી અને આપના અસલમ ખિલાજીની થઇ જીત, બંને ઉમેદવારો ગુજસીટોકની ફરિયાદમા છે જેલમાં, વોર્ડ નંબર 12 મા કોંગ્રેસ ને 2 અને આપને 2 સીટ પર જીત
ગોંડલ તાલુકા પંચાયતમાં AAPના જીગીષા પટેલની જીત
April 28, 2026 14:24
ગોંડલ તાલુકા પંચાયતમાં AAPના જીગીષા પટેલની જીત, ગોંડલ તાલુકા પંચાયતની 4 સીટ પર આમ આદમી પાર્ટીએ મેળવી જીત, જિગીષા પટેલ એક વર્ષથી ગોંડલના ગામડાઓમાં કરતા હતા AAPનો પ્રચાર
મંત્રી રીવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજાની કારમી હાર
April 28, 2026 14:14
રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની થઈ હાર
રાજકોટ વોર્ડ 2માં કોંગ્રેસની પેનલની હાર થઈ
ગુજરાતી અભિનેત્રી અને સિંગર નેહા સુથારની જીત
April 28, 2026 14:14
મહેસાણા જિલ્લાના વિજાપુરની ફુદેદા બેઠકના
ભાજપના ઉમેદવાર નેહા સુથારની જીત
અભિનેત્રી અને સિંગર નેહા સુથારે કુદેડા બેઠક પર જીત મેળવી
પૂર્વ IPS મનોજ નિનામાનો કારમો પરાજય
April 28, 2026 14:14
અરવલ્લીના શામળાજીની ઓડ બેઠકના ભાજપ ઉમેદવારની હાર
પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનો 2700 મતોથી કારમો પરાજય
નિવૃત્તિના બે મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા
અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની જીત
April 28, 2026 14:14
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.3માં BJP ઉમેદવારની જીત
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની જીત
વોર્ડ નં. 3 માં જીત મેળવીને અલ્પેશ કથીરિયાનો દબદબો જાળવી રાખ્યો
સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત
April 28, 2026 14:14
વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય વિજય
ટિકિટ મળી ત્યારે થયો હતો વિવાદ
વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અંકિતા પરમાર
મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના પટાવાળા બની ગયા મનપાના કોર્પોરેટર
April 28, 2026 13:28
મહેસાણા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 13 માં ભાજપ ની પેનલ નો વિજય, વોર્ડમાં ભાજપ કમલમના પટાવાળા રમેશભાઈ ભીલ હતા ભાજપના ઉમેદવાર
મહીસાગર જિલ્લા પંચાયતની 28 જિલ્લા પંચાયતમાંથી 10 ભાજપ ફાળે
April 28, 2026 13:27
બાકોર ભાવનાબેન પટેલ ભાજપ
બટકાવાડા ગોવિંદભાઈ બામણીયા ભાજપ
વડદલા મંજુલાબેન ગરાસીયા ભાજપ
બચકારીયા નયના ડામોર ભાજપ
ભલાડા શિવાંગી પગી ભાજપ
વીરપુર સુશીલાબેન ઠાકોર ભાજપ
ડીટવાસ સોનલબેન પટેલ ભાજપ
કોઠંબા બલવેન્દ્ર પટેલ ભાજપ
કાંઠા રાકેશભાઈ સોલંકી ભાજપ
કરંટ લાડુબેન ડામોર ભાજપ
અમદાવાદ : નવા વાડજમાં ભાજપની પેનલની જીત
April 28, 2026 13:24
નિધિ વાઘેલા, અનિતા પટેલ, રાજેશ પટેલ અને વિરાટ પુરોહિતની જીત, જીત બાદ જશ્નનો માહોલ
અમરાઈવાડીમાં ભાજપ પેનલની જીત બાદ ખુશીનો માહોલ
April 28, 2026 13:22
ઉમેદવારો અને કાર્યકરોમાં જીતની ઉજવણી શરૂ
મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી
વિજય બાદ સમર્થકોમાં ઉત્સાહ અને જશ્ન
માયા આહીરના ગામમાં ભાજપની હાર કોંગ્રેસ જીત્યું
April 28, 2026 12:33
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકા પંચાયતની બોરડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઝવેર ભાલિયા 367 મતે વિજેતા થયા છે. નોંધનીય છે કે, બોરડા લોકસાહિત્યકાર માયા આહીરનું ગામ છે.
સુરેન્દ્રનગર : ચોટીલા નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર
April 28, 2026 12:27
24 બેઠકોમાંથી ભાજપને 20 બેઠકો પર વિજય, કૉંગ્રેસને 4 બેઠકો મળતા સીમિત સફળતા, નગરપાલિકામાં ફરીવાર ભાજપની સત્તા કાયમ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો
April 28, 2026 12:27
કોંગ્રેસ ઉમેદવાર RJ આભા દેસાઈ પરાજય, અંતિમ પરિણામ પર સૌની નજર
અમરેલી લાઠી તાલુકા પંચાયતમાં માયાભાઇ આહીરની દીકરીની હાર
April 28, 2026 12:10
ચાવંડ બેઠક ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરની હાર, કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકનું પરિણામ
April 28, 2026 11:51
બે કલાક બાદ 52 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપનો કબજો, હજી સુધી એક પણ બેઠક ઉપર કોંગ્રેસ ખાતું ખોલી શક્યું નથી
અમદાવાદના બાપુનગરમાં પેનલ તૂટી
April 28, 2026 11:50
અમદાવાદના બાપુનગર વોર્ડમાં પેનલ તૂટી છે. વિગતો મુજબ કોંગ્રેસના નાગજી દેસાઈ અને જયમન શર્માની જીત થઈ છે. જ્યારે ભાજપના જયશ્રી દાસરી અને જાગૃતિ પરમારની જીત થઈ છે.
નવસારી મનપામાં વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ઉમેદવાર પીયૂષ ઢીમ્મરની માત્ર 3 મતથી હાર
April 28, 2026 11:41
કેમેરા સામે રડી પડ્યાં, બોલ્યાં નસીબે નહીં લોકોએ તો સાથ આપ્યો
ઉના નગરપાલિકામાં લોકગાયિકા રાજલ બારોટની જીત
April 28, 2026 11:41
ગીર સોમનાથના ઉનામાં લોકગાયિકા રાજલ બારોટની જીત, ઉના નગરપાલિકા વોર્ડ નં.7 માં ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોક ગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટની 2313 મતે જીત
પૂર્વ MLA ભૂપત ભાયાણી જુનાગઢ જિલ્લા પંચાયત સીટ હાર્યા
April 28, 2026 11:34
જૂનાગઢ જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં કુલ 30 બેઠક પૈકી આમ આદમી પાર્ટીએ (AAP) 5 બેઠકો પર જીત મેળવીને મજબૂત પકડ જમાવી છે, જ્યારે ભાજપને 4 બેઠકો મળી છે. ભેસાણ બેઠક ભાજપના દિગ્ગજ અને પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીની હાર થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતોથી પરાજય આપ્યો છે. કણજા બેઠક પર જવાહર ચાવડાના અંગત ગણાતા પ્રવીણ ચાવડાની જીત થઈ છે. કેશોદમાં મોટી ઘસરી બેઠક પર ભાજપ અને AAP વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાયો હતો, જેમાં AAPના યશવંતસિંહ રાયજાદા વિજેતા બન્યા હતા.
બોટાદ તાલુકા પંચાયત પરિણામ
April 28, 2026 11:26
બોટાદ તાલુકા પંચાયતની તાજપર બેઠક પર ભાજપનો વિજય, કૈલાશબેન ધનવાણીયા નામના ઉમેદવારનો થયો વિજય
ખેડા : કઠલાલ નગરપાલિકાનુ પરિણામ
April 28, 2026 11:25
વોર્ડ 1 2 3 અને 4 માં ભાજપનો ભગવો લહેરાયો, તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
પોરબંદર મહાનગરપાલિકા અત્યાર સુધીનું પરિણામ
April 28, 2026 11:20
વોર્ડ ૧,૨,૫,૬,૭,૯,૧૦,૧૩ માં ભાજપની પેનલ જીત, ૪૧ પૈકી 30 બેઠકમાં ભાજપની જીત, બાકી વોર્ડ 3.4.8 બાકી
થરાદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1 વિજેતા ઉમેદવાર
April 28, 2026 11:01
હરેશ નાનજીભાઈ ડોહટ ભાજપ 355 મતથી વિજય
ભારતીબેન ચિરાગભાઈ રામાણી 3 મતથી વિજય
કોંગ્રેસ-ગીતાબેન પરમાર 175 મતથી વિજય
અપક્ષ-લેરાબેન વેરસીભાઇ ખાંભડ 168 મતથી વિજય
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની મતદાન પર અસર
April 28, 2026 10:56
વોર્ડ-16માં કોંગ્રેસ પેનલની જીત, ભાજપનો પરાજય
કેશોદ તાલુકા પંચાયતની ઘંસારી સીટ પર ટાઈ પડી
April 28, 2026 10:56
ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઇ પડી, બંને ઉમેદવાર વચ્ચે ચીઠી નખાતા આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર
પંચમહાલ જીલ્લા પંચાયત બેઠકમાં બીજી બેઠક ભાજપે કબજે કરી
April 28, 2026 10:46
જાંબુઘોડા તાલુકા પંચાયતમાં ભાજપના કવિતાબેન બારીયાની જીત
ભુજથી નગરપાલિકામાં AIMIM એન્ટ્રી
April 28, 2026 10:46
વૉર્ડ-1માં AIMIMના 3 ઉમેદવારો જીતી ગયા, જ્યારે અન્ય 1 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે
AAPને ઝટકો - મનોજ સોરઠિયા હાર્યા
April 28, 2026 10:46
સુરતમાં આપને મોટો ઝટકો લાગ્યો, આપ ઉમેદવાર મનોજ સોરઠિયાની હાર
બોટાદમાં મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર
April 28, 2026 10:46
બરવાળા તાલુકા પંચાયતની જુના નાવડા બેઠક પર ભાજપ ઉમેદવાર રમેશભાઈ ચૌહાણનો વિજય
રાણપુર તાલુકા પંચાયતની દેવળીયા બેઠક પર ભાજપ ઉમેદવાર અશમીતા શૈલેષભાઈ કાણોતરાનો વિજય
જાળીલા જીલ્લા પંચાયત બેઠક પર લીલાબેન વિનુભાઈ સોલંકીનો થયો વિજય
બરવાળા તાલુકા પંચાયતની જુના નાવડા બેઠક પર ભાજપ ઉમેદવાર રમેશભાઈ ચૌહાણનો વિજય
બરવાળા તાલુકા પંચાયતની જુના નાવડા -2 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ મકવાણાનો વિજય
રાણપુર તાલુકા પંચાયતની અલઉ બેઠક પર ભાજપ ઉમેદવારપાચાભાઈ દીપાભાઈ બાવળીયાનો વિજય
રાણપુર તાલુકા પંચાયતની બેઠક જાળીલા પર અપક્ષ ઉમેદવાર માનકુંવરબા કરણભાઈ પરમારનો વિજય
રાણપુર તાલુકા પંચાયતની બેઠક ચંદરવા પર ભાજપ ઉમેદવાર જનકબેન ઘનશ્યામભાઈ માણસુરીયાનો વિજય
બરવાળા તાલુકા પંચાયતની નવા નાવડા બેઠક પર ભાજપ ઉમેદવાર જામસંગભાઈ પરમારનો વિજય
બરવાળા તાલુકા પંચાયતની કુંડળ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ભાવનાબેન વિજયભાઈનો થયો વિજય
બોટાદ જિલ્લા પંચાયત ભાંભણ બેઠક ભાજપ ઉમેદવાર વર્ષાબેન મોરડીયા નો વિજય
સાબરકાંઠા: પ્રાંતિજ જીલ્લા પંચાયત સીટમાં ભાજપ
April 28, 2026 10:41
બાલીસણા જિલ્લા પંચાયત બેઠકમાં BJPનો વિજય, ભાજપના નીરુબા રાજેન્દ્રસિંહ ઝાલાનો વિજય
જુનાગઢ : માંગરોળ તાલુકા પંચાયતની ચંદવાણા સીટ પર ભાજપના ભાવેશ ડાભી નો વિજય
April 28, 2026 10:41
મેંદરડા તાલુકા પંચાયતની આલીદ્રા સીટ ઉપર ચિંતન ભીમાણી આમ આદમી પાર્ટી નો વિજય
મેંદરડા તાલુકા પંચાયતની ચિરોડા 4 સીટ પર કોંગ્રેસનો વિજય
બીલખા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ચંપાબેન ઠુમ્મરનો વિજય
ધંધુસર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના સોનલબેન દિવરાણીયા નો વિજય
અમરાપુર જીલ્લા પંચાયતની ભાજપના નીમુબેન ચૌહાણની જીત
વિસાવદરની કાલસારી જિલ્લા પંચાયતમાં આપની જીત
આમ આદમી પાર્ટીના રાજેશભાઈ કાનજીભાઈ પાટડીયા નો વિજય
બરડીયા તાલુકા પંચાયત સીટ પર આપ ઉમેદવાર નયનાબેન વઘાસિયાનો વિજય
ઢેબર તાલુકા પંચાયત સીટ પર આપના મુક્તાબેન સુખડિયાનો વિજય
અમદાવાદ જિલ્લામાં તાલુકા સ્તરે ભાજપને વધુ એક જીત
April 28, 2026 10:41
ભાટ તાલુકા સીટ પર ભાજપ વિજેતા, ગત્રાડ તાલુકા સીટ પર પણ ભાજપનો કબજો
દાહોદ જિલ્લાની આંબલી તાલુકા પંચાયત સીટ
April 28, 2026 10:31
સરદકુમાર અમરસિંહ પલાસ ભાજપ માથી વિજેતા, અગારા તાલુકા પંચાયત બેઠક પર ચેતનાબેન જયસ્વાલ વિજેતા BJP
અંબાજી તાલુકા પંચાયત સીટ નં-1 ઉપર કોંગ્રેસનો વિજય
April 28, 2026 10:31
રવિ સોલંકી કોંગ્રેસ ના ઉમેદવારની જીત, 252 વોટ થી વિજય
બોટાદમાં મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર
April 28, 2026 10:29
બરવાળા તાલુકા પંચાયતની ખાંભડા -1બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય, વર્ષાબેન પ્રવીણભાઈ મેરનામના ઉમેદવારનો થયો વિજય
સાયલા તાલુકા પંચાયતની ચુંટણીનું પરિણામ જાહેર
April 28, 2026 10:26
ચોરવીરા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ગવરીબેન કાંજિયાનો 141 મતે વિજય
ગાંધીનગર મોટી ભોંયણ જિલ્લા પંચાયતની બેઠક
April 28, 2026 10:24
કોંગ્રેસના ઉમેદવારની જીત, કેશીબેન ઠાકોર નો વિજય
પાટણ : સિધ્ધપુર નગરપાલિકા વોર્ડ એકની ગણતરી પૂર્ણ
April 28, 2026 10:20
સિધ્ધપુર નગર પાલિકા વોર્ડ એક ની ગણતરી પૂર્ણ, સિદ્ધપુર પાલિકાના વોર્ડ એકમાં ભાજપનો ભગવો લહેરાયો, વોર્ડ નંબર 1 ભાજપની પેનલનો ભવ્ય વિજય
મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ
April 28, 2026 10:20
વોર્ડ નંબર 6 માં ભાજપના તમામ ઉમેદવાર આગળ, 1000 મત કરતા વધુની લીડ
પોરબંદર : કુતિયાણાના નગર પાલિકા વોર્ડ નબર 6 ની પેટા ચૂંટણી
April 28, 2026 10:15
સમાજવાદી પાર્ટીમાંથી રાભીબેન રૈગા વિજય, 60 મતે વિજેતા બન્યા રાભીબેન રૈગા, કાંધલ જાડેજા પેનલ વિજય
કચ્છ : ભુજ નગરપાલિકામાં ભાજપમાં ખાતું ખુલ્યું
April 28, 2026 10:06
ભુજના 7 વોર્ડમાં ભાજપની પેનલની જીત, ભાજપ કાર્યકરો ભારે ઉત્સાહનો માહોલ, હવે વોર્ડ 8માં માટે મતગણતરી શરૂ
જામનગર જિલ્લા પંચાયતમા આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું
April 28, 2026 10:05
ભણગોર બેઠક પર પરબત ધના ગાગીયાની 450 મતથી જીત
અમરેલીની નવી હડીયાલ તાલુકા પંચાયતમાં AAPની જીત
April 28, 2026 09:58
327 વોટથી નવી હડીયાલ તાલુકા પંચાયતમાં AAPની જીત
ધંધુકા તાલુકા પંચાયત અડવાળ બેઠક પર ભાજપની જીત
April 28, 2026 09:54
અડવાળમાં ભાજપે આશરે 450 મતની લીડથી જીત નોંધાવી, અમદાવાદ જિલ્લા પંચાયતની ગાંગડ બેઠક પર પણ ભાજપ વિજેતા, સ્થાનિક સ્તરે ભાજપનું પ્રદર્શન મજબૂત, વિરોધ પક્ષને ઝટકો
વાવ થરાદ : રાહ તાલુકા પંચાયત ડેડુવા કોંગ્રેસની જીત
April 28, 2026 09:53
ઠાકોર અમથુંબેન મેરુજીની 233 વોટથી જીત
મહેસાણા : આંબલીયાસણ જિલ્લા પંચાયત સીટ ભાજપ ઉમેદવાર જીત
April 28, 2026 09:52
ભાજપ ઉમેદવાર ભરતભાઈ હીરાભાઈ નાડીયા લીડ 942 થી જીત
બોટાદમાં મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર
April 28, 2026 09:49
બરવાળા તાલુકા પંચાયતની ખાંભડા -1 બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય, વર્ષાબેન પ્રવીણભાઈ મેરનામના ઉમેદવારનો થયો વિજય
અડાલજ બેઠકમાં ભાજપનો 5600 મતથી વિજય
April 28, 2026 09:48
ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠકમાં ભાજપનો 5600 મતથી વિજય
સિદ્ધપુર પાલિકાના વોર્ડ 1માં ભાજપનો ભગવો લહેરાયો
April 28, 2026 09:47
પાટણ જિલ્લાની સિદ્ધપુર નગર પાલિકાના વોર્ડ 1માં ભાજપનો ભગવો લહેરાયો
ગાંધીનગર મોટી ભોંયણ સીટ પર કોંગ્રેસની જીત
April 28, 2026 09:27
ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન 1374 જેટલા વોટ સાથે વિજેતા
બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપનો વિજય
April 28, 2026 09:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ચિરાગ ભાઈ ગળિયલનો વિજય થયો છે.
સુરત-વાપીમાં ભાજપની જીત !
April 28, 2026 09:19
આ તરફ વાપી મનપાની પાંચ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસનું હજી ખાતું નથી ખૂલ્યું તો સુરતમાં અરેઠ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રાકેશ ચૌધરીની જીત થઈ છે.
સાવલી નગર પાલિકામાં વોર્ડ 4માં ભાજપના ઉમેદવારોનો વિજય
April 28, 2026 09:19
આ તરફ સાવલી નગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર ચારમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
અમદાવાદ ગુજરાત કોલેજ ખાતે વિવાદ
April 28, 2026 09:14
ગુજરાત કોલેજ ખાતે મતદાન પહેલા જ વિવાદ વકર્યો છે. ભાજપના જોધપુર વોર્ડ કાર્યકર્તાનો વિવાદ સામે આવ્યો છે. મંજૂરી હોય તેવી પણ વસ્તુ નહીં લાવવા દેવાનો આરોપ લગાવાયો છે. ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ પર ગંભીર આરોપ નાંખ્યો છે. કોંગ્રેસ અને આપ કાર્યકર્તા ખેસ પહેરીને આવે છે તો તેને કોઈ રોકતું નથી.પોલીસ દ્વારા ભાજપના ઉમેદવાર હારી જશે એવી વાતો કરી અસભ્ય વર્તન કર્યાનો આરોપ લગાવાયો છે.
અમદાવાદ મનપામાં ભાજપની પેનલ આગળ
April 28, 2026 09:14
પોસ્ટર બેલેટની મતગણતરીમાં અમદાવાદ મનપામાં થલતેજ, એલિસબ્રિજ, મણીનગરમાં ભાજપની પેનલ આગળ છે.
દાંતા મતગણતરી કેન્દ્ર પર કોંગ્રેસનો હોબાળો
April 28, 2026 09:13
વિગતો મુજબ દાંતા મતગણતરી કેન્દ્ર પર કોંગ્રેસે હોબાળો કર્યો છે. મતગણતરી શરૂ થાય તે પહેલા જ હોબાળો મચી જવા પામ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોનો હોબાળો સામે આવ્યો છે. કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે. હોબાળાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
વાવ થરાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
April 28, 2026 09:08
થરાદ નગરપાલિકા ની 28 બેઠકો અને સાત વોર્ડ માટેની ચૂંટણીની મતગણતરી શરૂ પ્રથમ સરકારી બેલેટ મતદાનની ગણતરી શરૂ, થરાદ પ્રાંત કચેરી ખાતે મત ગણતરીની શરૂઆત
સુરત મહાનગરપાલિકાના ચુંટણીની આજે મતગણતરી
April 28, 2026 09:03
મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજમાં મતગણતરી, સુરત મનપાની 120 બેઠકો માટે 487 ઉમેદવારોના ભાવિ ખુલશે, જુદા જુદા 30 વૉર્ડ માટે 5 થી 10 રાઉન્ડ મત ગણતરીના થશે, મત ગણતરી માટે અંદાજે 2000 સ્ટાફ પ્રક્રિયામાં જોડાયો , ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ, ગરમીને લઈ મત ગણતરી સ્થળે કરાઈ ખાસ વ્યવસ્થા, મંડપ, પીવાના પાણી, પંખા, કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે, મત ગણતરી માટે સ્થળ પર 550 પોલીસ જવાનોનો બંદોબસ્ત, 15 P I, 30 PSI, 4 ACP , 4DCP ચુસ્ત બંદોબસ્તમાં
જૂનાગઢ જિલ્લામાં આજે 10 કેન્દ્રો પર ગણતરી શરૂ થશે
April 28, 2026 09:03
જિલ્લા પંચાયતની 30 બેઠકો અને 9 તાલુકા પંચાયતની 158 બેઠકોના પરિણામ જાહેર થશે, કેશોદ નગરપાલિકાની 35 બેઠકો માટે પણ મતગણતરી હાથ ધરાશે, જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 885 જેટલો સ્ટાફ ફરજ પર મુકાયો, કેશોદ નગરપાલિકા માટે 22 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા, મતગણતરી કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત, સુરક્ષાને પ્રાથમિકતા, પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા, દિવસ દરમિયાન ધીમે ધીમે પરિણામોની જાહેરાત શરૂ થશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
April 28, 2026 08:57
પરવાનગી વગર રેલી સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો, ચૂંટણી બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાઇ માટે નિર્ણય
અનેક ઉમેદવારો બિનહરીફ
April 28, 2026 08:39
વિગતો મુજબ ગુજરાતની 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. આ ઉમેદવારોમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે.
અમદાવાદમાં બે સ્થળો પર મતગણતરી હાથ ધરાશે
April 28, 2026 08:36
અમદાવાદમાં આજે સવારે 8 કલાકે સ્ટ્રોંગ રૂમ સાથે ઉમેદવારોનું ભાવી ખુલશે.અમદાવાદ મહાનગરપાલિકા માટે ગુજરાત કોલેજ અને LD કોલેજ ખાતે મતગણતરી થશે. ગુજરાત કોલેજમાં 21 વોર્ડ જ્યારે LD કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે
આ ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણી માટેની સેમીફાઇનલ
April 28, 2026 08:30
આ ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણી માટેનું “સેમીફાઇનલ” પણ માનવામાં આવે છે. જે પક્ષ વધુ પાલિકા અને પંચાયતોમાં સત્તા સ્થાપિત કરશે, તેને આવનારી ચૂંટણીમાં માનસિક અને સંગઠનાત્મક ફાયદો મળશે. અગાઉની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર પક્ષ માટે આ વખતનું પરિણામ જાળવી રાખવું એક મોટો પડકાર છે, જ્યારે વિપક્ષ માટે પોતાનું અસ્તિત્વ મજબૂત કરવાનો આ અવસર છે. નવી નેતાગીરી માટે પણ આ ચૂંટણી અગત્યની કસોટી બની છે. સંગઠનના નેતૃત્વ હેઠળ પાર્ટી કેટલું પ્રભાવશાળી પ્રદર્શન કરે છે, તે પરથી ભવિષ્યની રાજકીય દિશા નક્કી થશે. પરિણામો જાહેર થતાં જ સ્પષ્ટ થશે કે કોને જનતાનો વિશ્વાસ મળ્યો છે અને કોણે પોતાની
મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
April 28, 2026 08:30
ચૂંટણીની વિશેષતા તરીકે મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. કુલ 700થી વધુ ઉમેદવારો વિના સ્પર્ધા જીત્યા હોવાનું નોંધાયું છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોના વિવિધ સ્તરોનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ કેટલીક જગ્યાએ રાજકીય સમીકરણો અને સંગઠનશક્તિનું પ્રતિબિંબ પણ માનવામાં આવે છે.
સત્તાધારી પક્ષની બેઠકોમાં ઘટાડો થવાની સંભાવના ?
April 28, 2026 08:30
રાજકીય ચર્ચાઓમાં મોટા શહેરો ખાસ કેન્દ્રમાં રહ્યા છે. અંદાજો મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં ફરી સત્તાધારી પક્ષનો પ્રભાવ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે, આ વખતે વિપક્ષ પક્ષોનું પ્રદર્શન અગાઉ કરતા મજબૂત રહેવાની ચર્ચા પણ ચાલી રહી છે, જેનાથી સત્તાધારી પક્ષની બેઠકોમાં ઘટાડો થવાની સંભાવના નકારી શકાય નહીં.
સરેરાશ 57 ટકા જેટલું નોંધાયું હતું મતદાન
April 28, 2026 08:30
26 એપ્રિલે યોજાયેલા મતદાનમાં સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં મહાનગરપાલિકાઓમાં લગભગ 49 ટકા અને નગરપાલિકાઓમાં 59 ટકા મતદાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં અનુક્રમે આશરે 61 ટકા મતદાન નોંધાયું હતું. આ આંકડા દર્શાવે છે કે ગામડાંઓમાં રાજકીય સક્રિયતા શહેરોની તુલનાએ વધુ રહી છે.
હજારો બેઠકો માટે મતદાન બાદ હવે મતગણતરી
April 28, 2026 08:11
Gujarat Local Election Result : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાની પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત સહિત કુલ હજારો બેઠકો માટે મતદાન બાદ હવે મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્તરની સત્તા માટે નથી, પરંતુ આવનારી રાજકીય દિશા નક્કી કરતી એક મહત્વપૂર્ણ કસોટી તરીકે જોવામાં આવે છે.