બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:44 AM, 28 April 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે મતદાન 26 એપ્રિલે તીવ્ર ગરમી વચ્ચે યોજાયું હતું. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 25 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. મતદાતાઓએ પોતાના મત ઈવીએમમાં નોંધાવ્યા બાદ હવે આજે, 28 એપ્રિલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે, જેના આધારે ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય થશે.
ADVERTISEMENT
મતગણતરી માટે રાજ્યભરમાં કુલ 382 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં 838 હોલમાં 6991 ટેબલો પર અંદાજે 28,240 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે 33,750 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ 10,257 ચોથા વર્ગના કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાજ્યની 3 બેઠકો પર ફરીથી ચૂંટણી! જાણો ક્યાં અને શા કારણોસર રદ થયેલી?
ADVERTISEMENT
આજે મતગણતરીને ધ્યાનમાં રાખીને હિંમતનગરમાં ટ્રાફિક ડાયવર્ઝન અંગે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી અવરજવર સરળ રહે અને કોઈ અડચણ ન આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.