બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગિરનારના 2500માં પગથિયેથી ઓચિંતા ખીણમાં પડતાં 45 વર્ષીય અમદાવાદીનું મોત, પરિવારમાં રોકકળાટ
Last Updated: 12:03 PM, 3 January 2026
Girnar News : ગરવા ગઢ ગિરનારથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ગિરનાર પર્વત પર 45 વર્ષીય વ્યક્તિએ નીચે ઊતરતી વખતે સંતુલન ગુમાવી દીધું હતું. આ તરફ તેઓ ખીણમાં પડી જતાં ત્વરીત તેમનું રેકસ્યું કરવામાં આવ્યું હતું. જોકે ગંભીર ઇજાઓને કારણે તેમનું કરુણ મોત થયું છે. આ તરફ ઘટનાને લઈ મૃતકના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
31 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રહેતા 45 વર્ષીય આશિષભાઈ દોશી ગિરનાર પર્વતની યાત્રા માટે આવ્યા હતા. યાત્રા દરમિયાન તેઓ પર્વત પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે લગભગ 2500 પગથિયાં નજીક અચાનક તેમનું સંતુલન બગડ્યું અને તેઓ ખીણમાં પડી ગયા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં આસપાસના યાત્રિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર ડોલીવાળાઓએ તરત જ માનવીય ફરજ નિભાવી અને ભારે મહેનત બાદ તેમને ખીણમાંથી બહાર કાઢ્યા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તબીબો તેમને બચાવી શક્યા નહીં. વિગતો મુજબ મૃતક આશિષભાઈ અમદાવાદની જીવરાજ સોસાયટીમાં શારદા શાળા પાસે રહેતા હતા. આ તરફ ભવનાથ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : પોષી પૂનમે અંબાજીમાં ભક્તિનો મહાસંગમ, વહેલી પરોઢથી શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર
યાત્રિકો માટે મહત્વપૂર્ણ સાવચેતી
ADVERTISEMENT
ગિરનાર પર્વત પર કેટલીક જગ્યાએ સીડીઓ સાંકડી, ઢોળાવવાળી અને લપસણી હોય છે. થાક લાગ્યો હોય ત્યારે ઉતાવળ ન કરવી, ફોટા કે સેલ્ફી લેતાં સાવધાન રહેવું અને સુરક્ષિત જગ્યાએ જ વિરામ લેવો અત્યંત જરૂરી છે. થોડી સાવચેતી મોટી દુર્ઘટનાને અટકાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.