બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોષી પૂનમે અંબાજીમાં ભક્તિનો મહાસંગમ, વહેલી પરોઢથી શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર
Last Updated: 11:31 AM, 3 January 2026
Ambaji Poshi Poonam : આજે વહેલી સવારથી જ યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવિત્ર પોષી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજી માતાજીના પ્રાગટ્ય ઉત્સવની ભાવભરી ઉજવણીમાં ભક્તિમય બન્યું છે. આજે વહેલી સવારથી જ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહી આશીર્વાદ મેળવી રહ્યા છે.
ADVERTISEMENT
ભવ્ય શક્તિ યજ્ઞનું આયોજન
મહત્વનું છે કે, આજે અંબાજી મંદિરમાં ભવ્ય શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 101 યજમાનો ભાગ લઈ રહ્યા છે. શક્તિ યજ્ઞના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ રહ્યું છે.
ADVERTISEMENT
અલગ અલગ શાકભાજી અને સજાવટથી આકર્ષક શણગાર
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં અલગ અલગ શાકભાજી અને સજાવટથી આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. સાથે સાથે ગબ્બરથી માં અંબાની અખંડ જ્યોત આજે અંબાજી મંદિરમાં લાવવામાં આવી રહી છે. જ્યોતને નિજ મંદિરમાં સ્થાપિત કર્યા બાદ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે. મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઇટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. વહેલી સવારની મંગળા આરતીમાં ભક્તોની વિશાળ હાજરી જોવા મળી હતી. “જય અંબે”ના જયઘોષથી સમગ્ર અંબાજી પંથક ગુંજી ઉઠ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : અમદાવાદીઓ ફટાફટ નોટ કરી લેજો, 1 જાન્યુ.થી બદલાઇ ગયું છે રેલવેનું ટાઇમ ટેબલ
ADVERTISEMENT
આ સાથે આજે સવારે 11 વાગ્યે મા અંબાની ભવ્ય નગરચર્યાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી નગરની દેવી મા અંબા હાથી પર વિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે અને નિજ મંદિરની બહાર ભક્તોને દર્શન આપશે. આ દ્રશ્યને જોવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.