બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ ફટાફટ નોટ કરી લેજો, 1 જાન્યુ.થી બદલાઇ ગયું છે રેલવેનું ટાઇમ ટેબલ

કામનું / અમદાવાદીઓ ફટાફટ નોટ કરી લેજો, 1 જાન્યુ.થી બદલાઇ ગયું છે રેલવેનું ટાઇમ ટેબલ

Priyankka Triveddi

Last Updated: 05:47 PM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને મુસાફરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગઇકાલથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી સમગ્ર અમદાવાદ ડિવિઝનમાં ટ્રેનોની નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી છે. માટે રેલવે સ્ટેશને જતાં પહેલા તમારા ટ્રેનનો નવો સમય ચેક કરીને જજો.

Western Railway Ahmedabad Division: વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝને એક મોટો ફેરફાર કર્યો છે અને તે છે કે ગઇકાલ એટલે કે 1 જાન્યુઆરી 2026 થી રેલવેનું નવું ટાઈમ ટેબલ અમલમાં આવ્યું છે જેનાથી હવે અમુક ટ્રેનો અગાઉની તુલનામાં તેના નિર્ધારિત સમય કરતાં વહેલા તેના ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચશે જેનો ફાયદો મુસાફરોને થશે કે તેમના સમયમાં બચત થશે અને મુસાફરી સુગમ બનશે માટે આજકાલમાં રેલવે સ્ટેશન જતાં પહેલા તમારી ટ્રેનનો સમય ખાસ ચેક કરીને જજો.

85 ટ્રેનોની ગતિમાં વધારો, મુસાફરી વધુ ઝડપી અને સમયમાં બચત

રેલવે વિભાગ દ્વારા અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કુલ 85 ટ્રેનોની સ્પીડમા વધારો કરવામાં આવ્યો છે. ટેકનિકલ સુધારાઓ અને સમયસારણીમાં કરાયેલા ફેરફારના પરિણામે 23 ટ્રેનોના મુસાફરી સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો થયો છે. આ બદલાવથી મુસાફરો હવે પોતાના ગંતવ્યસ્થાને નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચી શકશે. જેના કારણે મુસાફરી વધુ આરામદાયક અને સમય બચાવનાર બનશે.

નવા ટાઇમ ટેબલ મુજબ ટ્રેનોના સમયમાં નીચે મુજબના ફેરફાર કરાયા છે.

  • ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 110 ટ્રેનોનો સમય વહેલો કરવામાં આવ્યો છે. આ ટ્રેનો જૂના સમય કરતાં 5થી 40 મિનિટ વહેલી આવશે.
  • 57 ટ્રેનોના સમયમાં ફેરફાર કરી તેને પોસ્ટપોન કરવામાં આવી છે, જે અગાઉના સમય કરતાં 5થી 45 મિનિટ મોડી પહોંચશે.

અમદાવાદ ડિવિઝન હેઠળના મુખ્ય સ્ટેશનો જેવા કે અમદાવાદ (કાલુપુર), સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખિયાળી અને ભુજ સહિતના તમામ નાના-મોટા સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર થયો છે.

આ પણ વાંચો: જામનગરમાંથી ઝડપાયા 5 ગેરકાયદે બાંગ્લાદેશી, 3 મહિલા સહિત પાંચની અટકાયત

vtv app promotion

રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરુ કરતાં પહેલા નવા સમયની વિગત ચોક્કસ તપાસી લે. સ્ટેશન પર જતી વખતે ટ્રેનનો નવો સમય જાણી લેવો જેથી કોઈ મુશ્કેલી ન પડે. તમારા ટ્રેનના સમય અને પ્લેટફોર્મની વિગત માટે તમે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ http://www.wr.indianrailways.gov.in પર જઈને ચેક કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Division Railway timetable 2026 Western Railway new timetable
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ