બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat imposes permanent curfew on curfew, bow to the sacrificial land of Ram devotees, CM Yogi's appeal from Godhra
Last Updated: 12:01 AM, 30 November 2022
ADVERTISEMENT
ગોધરા ખાતે ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રોડ શો અને જાહેર સભા યોજાઈ હતી.ગોધરાના સરદાર નગર ખંડથી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા બાદ રોડ શોની શરૂઆત કરી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતાં.રોડ શો બાદ યોગીએ ભવ્ય જાહેર સભા સંબોધી હતી.
ગોધરાએ પરિવર્તનની ધરતી છે
ગોધરાના લાલબાગ ખાતે સભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે ગોધરાએ પરિવર્તનની ધરતી છે ગોધરાએ એકવાર સંકલ્પ લીધોને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ગયું. કોંગ્રેસ અને આપ દેશના વિકાસમાં બેરીયર છે. હું એ કહેવા આવ્યો છું. વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારી રાજનીતિને વિશ્વાસનું પ્રતીક વડાપ્રધાન મોદીએ બનાવી છે. તેઓએ પોતાના સંબોધન દરમિયાન ગુજરાતી ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો.
શક્તિપીઠ પાવાગઢ પર 500 વર્ષએ ધ્વજા લહેરાઈ
વધુમાં તેમણે કોંગ્રેસ સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા.શક્તિપીઠ પાવાગઢ પર 500 વર્ષ ધ્વજા લગાવવી એ ભારતની આસ્થા અને સન્માનનું પ્રતીક છે. વિષમ પરિસ્થિતિઓમાં દેશને નેતૃત્વ આપવાનું કામ ગોધરા અને ગુજરાતે કર્યું છે. ગાંધી અને સરદાર ગુજરાતની જ આ પાવન ધરાની દેન છે. સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ સામે જૂનાગઢના નવાબને નાક રગડવુ પડ્યું હતું. હૈદરાબાદના નિજામ ને પણ સરદારે ભારત ગણ રાજ્યમાં ભેળવી દીધી હતી.જ્યારે કોંગ્રેસની સરકારે દેશને વિષમ સ્થિતિઓમાં મુક્યો ત્યારે ગુજરાતે જ દેશને નરેન્દ્ર મોદીના રૂપમાં સબળ નેતૃત્વ પૂરું પાડ્યું. કોંગ્રેસના સમયે દેશમાં દરરોજ એક આતંકી ઘટના બનતી હતી 20 વર્ષ પહેલાં જે બલિદાન ગોધરામાં થયું રામભક્તોનાએ બલિદાને ગુજરાતને એક મોડેલના રૂપમાં આગળ વધાર્યું અને તે સમયે ગુજરાતે કરફ્યુ પર કાયમ કરફ્યુ લગાવી દીધો.
ADVERTISEMENT
અયોધ્યામાં રામ મંદિર દેશની આસ્થાનું સન્માન છે
કાશ્મીરમાં કલમ 370 હટાવી એમ જણાવતાં કહ્યું હતું કે નવા ભારતના નિર્માણમાં PM મોદીએ જે નેતૃત્વ આપ્યું છે તેને લીધે દેશ હાલ સારી સ્થિતિમાં છે. ગોધરામાં રામભક્તોના બલિદાન અને મોદીના સક્ષમ નેતૃત્વને લઈ ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે. અયોધ્યામાં રામ મંદિર દેશની આસ્થાનું સન્માન છે અને ગોધરાના રામભક્તોનું બલિદાન પ્રત્યે સન્માનનો ભાવ પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.