રખડતા ઢોરના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટીસ આપી છે. સાથેજ AMC અને AUDAને પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
રખડતા ઢોરના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટની નોટિસ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આપી નોટિસ
AMC અને AUDAને પણ આપી નોટિસ
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઈને સામાન્ય માણસ ઘણો હેરાન છે. રખડતા ઢોરોનમે કારણે ઘણી વખત સામાન્ય માણસને ઈજા થતી હોય છે સાથેજ ઘણી બધી વખત અકસ્માતના બનાવો પણ બને છે. જેથી આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઈકોર્ટે પણ આજે લાલઆંખ કરી છે.
જલ્દી કાયદો અમલમાં મુકાશે
ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, amc અને ઔડાને નોટિસ આપી છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોર્ટ સમક્ષ આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે કહ્યું કે રખડતા ઢોરોના ત્રાસને દૂર કર કરવા માટે જલ્દીથી તેઓ કાયદો અમલમાં લાવવાના છે.
ટ્રાફિકની સમસ્યા સર્જાય છે: અરજદાર
વધુમાં રાજ્ય સરકાર દ્વારા એવો જવાબ પણ આપવામાં આવ્યો છે કે આ મુદ્દે ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેથી સમીક્ષા બાદ ઝડપથી કાયદો લાવામાં આવશે. બીજી તરફ અરજદાર તરફથી પણ કોર્ટમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેમા અરજદારે એવી રજૂઆત કરી હતી કે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે.
લોકોના જીવ જોખમમાં મુકાય છે: અરજદાર
ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે રખડતા ઢોરોને કારણે લોકોના જીન જોખમમાં મુકાય છે. સાથેજ એવું પણ કહેવામાં આવ્યું કે ઢોર પ્લાસ્ટિક અને કચરો કાવા માટે છુટ્ટા મુકી દેવામાં આવે છે. જેથી ઢોરના જીવ પણ જોખમમાં મુકાય છે. જેથી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, amc અને ઔડાને નોટિસ આપવામાં આવી છે.