બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાત સરકારની પેન્શન યોજના, વૃદ્ધોને મળશે 15000 રૂપિયાની સહાય, આ રીતે કરો અરજી

ગુજરાત / ગુજરાત સરકારની પેન્શન યોજના, વૃદ્ધોને મળશે 15000 રૂપિયાની સહાય, આ રીતે કરો અરજી

Last Updated: 05:14 PM, 14 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારની આ પેન્શન યોજના થકી વૃદ્ધોને મળશે દર મહિને રૂ.1250 ની સહાય, જાણો કેવી રીતે કરશો અરજી.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાંઆવતી હોય છે.

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના

વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી જ એક સહાયકારી યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે. આજે આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજનામાં કઇ રીતે સહાય આપવામા આવે છે તેની માહિતી મેળવીશુ.

કોને લાભ મળી શકે?

  • 60 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
  • ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય.
  • અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં 75 ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ.
  • પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. 1,20,000 અને શહેરી વિસ્તાર રૂ. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ
  • ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય.
  • 60 થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે

અરજી આપવાનું સ્થળ

સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/

અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો

  • ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
  • આવકનો દાખલો.
  • દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
  • ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
  • રેશનકાર્ડ

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીને રૂ. 1000 અને 80 વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. 1250 ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.

સહાયની ચુકવણી

ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

અરજી પત્રક ક્યાંથી મળશે

  • જિલ્લા કલેકટર કચેરી.
  • મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

યોજનાનું અમલીકરણ

સબંધીત મામલતદાર કચેરી.

અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

નામંજુર કરવામાં આવેલ અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

સહાય ક્યારે બંધ થાય ?

લાભાર્થીઓનું અવસાન થવાથી

સંકળાયેલા મુદ્દાઓ

Pension Scheme Pension Schemes in India pension scheme news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ